• શનિવાર, 27 એપ્રિલ, 2024

પામ અૉઈલ, સોના, ચાંદીની બેઝ ઈમ્પોર્ટ પ્રાઈસમાં ઘટાડો કરાયો  

મુંબઈ, તા. 3 : આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવમાં ઘટાડો થવાને પગલે સરકારે પામ અૉઈલ, સોના, ચાંદીની બેઝ ઈમ્પોર્ટ પ્રાઈસમાં ઘટાડાની જાહેરાત કરી છે. સરકાર દર પખવાડિયે ખાદ્યતેલો, સોના, ચાંદીની બેઝ ઈમ્પોર્ટ પ્રાઈસમાં રિવિઝન કરે છે. આયાતકારોએ આ બેઝ પ્રાઈસ મુજબ ઈમ્પોર્ટ ડયૂટી ચૂકવવી પડે છે. 

ભારત ખાદ્યતેલો અને ચાંદીનો વિશ્વનો સૌથી મોટો અને સોનાનો બીજા નંબરનો આયાતકાર દેશ છે. સરકારે વિવિધ કૉમોડિટીઝની બેઝ ઈમ્પોર્ટ પ્રાઈસમાં જે ઘટાડો કર્યો છે એની વિગત જોઈએ.

ક્રૂડ પામ અૉઈલની બેઝ ઈમ્પોર્ટ ડયૂટી ટનદીઠ 988 ડૉલર હતી એ ઘટાડીને 898 ડૉલર, આરબીડી પામા અૉઈલની ડયૂટી 1020 ડૉલરથી ઘટાડીને 984 ડૉલર, આરબીડી પામોલિની 1033 ડૉલરથી ઘટાડીને 997 ડૉલર, ક્રૂડ સોયા અૉઈલની 983 ડૉલરથી ઘટાડીને 976 ડૉલર કરી છે. સોનાની બેઝ પ્રાઈસ 10 ગ્રામદીઠ 650 ડૉલરથી ઘટાડીને 629 ડૉલર અને ચાંદીની ડયુબેઝ પ્રાઈસ કિલોદીઠ 773 ડૉલરથી ઘટાડીને 754 ડૉલર કરી છે.