• શુક્રવાર, 03 મે, 2024

અવસર ચૂકશું નહીં, અૉસ્ટ્રેલિયા ફરી વિશ્વ વિજેતા બનવા આતુર : કમિન્સ

ફાઇનલમાં પીચની મોટી ભૂમિકા નહીં: દબાણ ભારત પર

અમદાવાદ, તા.18 : કાંગારુ કેપ્ટન પેટ કમિન્સ તેના કિશોરાવસ્થાના દિવસોમાં ઓસ્ટ્રેલિયાની ટીમની વિશ્વ કપમાં જીતની હેટ્રિક નિહાળી ચૂક્યો છે જ્યારે 201પમાં યુવાવસ્થાની શરૂઆતમાં વર્લ્ડ ચેમ્પિયન બનવાના અનુભવને મહેસૂસ કરી ચૂક્યો છે. હવે તે 30 વર્ષનો છે અને પોતાની ટીમને ફરી એકવાર વિશ્વ વિજેતા બનાવવા આતુર છે. ફાઇનલ મેચની પૂર્વ સંધ્યાએ પત્રકાર પરિષદમાં કમિન્સ કહ્યંy કે અમારા માટે આ બહુ મોટો મોકો છે. અમે 1999, 2003 અને 2007 વિશ્વ કપની જીત જોઈ છે. કાલે ફરી અમારી સામે ચેમ્પિયન બનવાનો અવસર છે. કપ્તાનમાં રૂપમાં આ શાનદાર ખેલાડીઓ સાથે વિશ્વ કપ ટ્રોફી ઉઠાવવી મારા માટે સૌભાગ્યની વાત બની રહેશે. આ તકે કાંગારુ કેપ્ટન કમિન્સે એમ પણ કહ્યંy કે ફાઇનલમાં પીચની કોઈ મોટી ભૂમિકા બની રહેશે તેવું હું માનતો નથી.

કમિન્સે કહ્યંy, આપને કેરિયર કેટલી પણ લાંબી હોય પણ આપ એક-બે મોટી ટૂર્નામેન્ટ રમી શકો છો. 201પનો વિશ્વ કપ મારી કેરિયર માટે હજુ પણ આકર્ષણનું કેન્દ્ર છે. કાલે અમે જીતશું તો એને પાછળ રાખી દેશું. આપને ચાર વર્ષ બાદ આવો મોકો મળે છે. અમારી ટીમ આ અવસર ચૂકવા માગતી નથી. કમિન્સ કહે છે કે, ટીમનું મનબોળ સતત વધી રહ્યંy છે. ખેલાડીઓ કમાલના છે અને ઉત્સાહિત છે. અમારી ટીમના ઓછામાં ઓછા 12 ખેલાડી એવા છે જેમણે 50 ઓવર અથવા તો 20 ઓવરના વિશ્વ કપ જીત્યા છે. તેનો સારી રીતે જાણે છે કે દબાણમાંથી ટીમનો રસ્તો કેમ નીકળે. હંમેશાં દબાણ હોમ ટીમ હોય છે. 

કમિન્સના મતે ભારતીય ટીમ મજબૂત જરૂર છે, પણ મુકાબલો બરાબરીનો હશે. અહીં સવા લાખ દર્શકો સામે દબાણનો આમારા ખેલાડી સ્વીકાર કરે છે અને આ અવસર માટે તૈયાર છે. કમિન્સે સ્વીકાર્યું કે, ભારતની બોલિંગ ઘણી મજબૂત છે. વચ્ચેની ઓવરોમાં સ્પિનરોનો સામનો કરવો દરેક ટીમ માટે કઠિન રહ્યો છે. ભારતે પ્રત્યેક મેચ જીત્યા છે અને પ્રભાવશાળી ટીમ છે.

પીચ વિશે કમિન્સે કહ્યંy કે, આ બાબતમાં હું નિષ્ણાત નથી, પણ સેમિ ફાઇનલમાં કોલકતામાં અમે જે પીચ પર રમ્યા તેવી હશે. અમે ભારતમાં ઘણું ક્રિકેટ રમ્યા છીએ. એથી પીચને લઈને અમે ચિંતત નથી.