• મંગળવાર, 26 સપ્ટેમ્બર, 2023

વિશ્વ કપ માટે પાંચમી સપ્ટેમ્બરે થશે ટીમનું એલાન  

પાંચ સપ્ટેમ્બર પહેલાં તમામ દેશોએ આઈસીસીને આપવી પડશે ટીમની યાદી

નવી દિલ્હી, તા. 2 : એશિયા કપમાં ભારતીય ટીમના અભિયાનની શરૂઆત શનિવારે પાકિસ્તાન સામેના મહામુકાબલા સાથે થઈ ચૂકી છે. અશિયા કપ બાદ ચાલુ વર્ષે જ ઓક્ટોબર નવેમ્બર મહિનામાં ભારતમાં વિશ્વકપ રમાવાનો છે. જેમા ઓપનર રોહિત શર્માના નેતૃત્વની ભારતીય ટીમ વિશ્વકપમાં પણ જીતના પ્રબળ દાવેદાર તરીકે ઉતરશે. આ દરમિયાન વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાના એલાનને લઈને મહત્ત્વના અપડેટ સામે આવ્યા છે. 

વનડે વિશ્વકપ 2023 માટે ભારતીય ટીમની ઘોષણા આગામી અઠવાડીયે થવાની પુરી સંભાવના છે. એક મીડિયા રિપોર્ટમા દાવો કરવામા આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સીનિયર રાષ્ટ્રીય પસંદગી સમિતિ નેપાળ સામે ભારતના ગ્રુપ સ્ટેજ મેચના આગામી દિવસે પાંચમી સપ્ટેમ્બરના રોજ વિશ્વકપમાં ભાગ લેનારી ટીમનું એલાન કરશે. હકીકતમા પાંચમી સપ્ટેમ્બર સુધીમાં વિશ્વકપમાં ભાગ લેનારા દેશોએ પોતાની ટીમની યાદી આઈસીસીને સોંપવાની છે. ભારતીય સીનિયર પસંદગી સમિતિના અધ્યક્ષ અજીત અગરકર ગુરુવારે શ્રીલંકા પહોંચે તેવી શક્યતા છે. 

સિલેક્શનના દિવસે તમામની નજર કેએલ રાહુલની ફિટનેસ અને ટીમ ઈન્ડિયામા સંજૂ સેમસનના ભવિષ્ય ઉપર રહેશે. હકીકતમાં રાહુલ એશિયા કપના શરૂઆતી મેચમાં પણ ભાગ લઈ રહ્યો નથી. એશિયા કપ 2023 માટે 17 સભ્યની ટીમ પસંદ કરવામાં આવી છે પણ વિશ્વકપ માટે ભારતની ટીમના 15 ખેલાડીઓ સુધી સીમિત કરવી પડશે. 

વિશ્વકપમાં 15 સભ્યની સ્કોડ આપવાની હોય છે. તેવામા એશિયા કપ ટીમથી તિલક વર્મા સહિતના સીમ બોલરના વિકલ્પોમાંથી એક શોધવો પડશે. ઝડપી બોલિંગના વિકલ્પ માટે શાર્દુલ ઠાકુર અને પ્રસિદ્ધ કૃષ્ણાની પસંદગીની સંભાવના ઓછી છે.