• બુધવાર, 22 માર્ચ, 2023
એક જ કૅલેન્ડર યરમાં ત્રણેય ફોર્મેટમાં ગિલની સદી
|

અમદાવાદ, તા. 11 : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના અમદાવાદ ટેસ્ટ મેચમાં શુભમન ગીલે સદી સાથે રેકોર્ડ બનાવ્યો છે. ગીલે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં બીજી સદી કરી છે. આ પહેલા બંગલાદેશ સામે ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં સદી કરી હતી. તેણે ન્યુઝિલેન્ડ સામે ફેબ્રુઆરીમાં ટી20 આંતરરાષ્ટ્રીયમાં સદી ફટકારી હતી જ્યારે જાન્યુઆરીમાં વન ડેમાં ન્યુઝિલેન્ડ સામે પણ સદી કરી હતી અને હવે ચાલુ વર્ષે ટેસ્ટ મેચમાં પણ સદી કરી છે. આ સાથે શુભમન ગીલ 2023માં ત્રણેય ફોર્મેટમાં સદી કરનારો પહેલો બેટર બની ગયો છે જ્યારે એક જ કેલેન્ડર યરમાં તમામ ફોર્મેટમાં સદી કરનારો ચોથો ભારતીય ખેલાડી બન્યો છે. આ પહેલા રોહિત શર્મા, સુરેશ રૈના અને કે એલ રાહુલ આ રેકોર્ડ બનાવી ચૂક્યા છે. ટેસ્ટમાં બીજી સદી સાથે જ શુભમન ગીલ ભારતના દિગ્ગજ સચિન તેંડુલકર અને વિરાટ કોહલીના એક ખાસ ક્લબમાં સામેલ થયો છે. 23 વર્ષની ઉંમરમાં સચિને કુલ 22 સદી કરી હતી જ્યારે કોહલીએ 15 સદી કરી હતી. હવે ગીલે 23 વર્ષની ઉંમરે સાતમી સદી કરી છે. આ યાદીમાં યુવરાજ સિંહ અને રવિ શાત્રી પણ સામેલ છે. 

હેડલાઇન્સ