• બુધવાર, 22 માર્ચ, 2023
કેરેબિયન ટીમનો ધબડકો : દ. આફ્રિકાની જીત
|

બીજી ટેસ્ટ મૅચમાં 284 રને જીત મેળવી દક્ષિણ આફ્રિકાએ શ્રેણી નામે કરી

જોહનિસબર્ગ, તા. 11 : વેસ્ટ ઇન્ડિઝ સામે દક્ષિણ આફ્રિકાએ બીજા ટેસ્ટ મેચમાં 284 રને જીત મેળવી લીધી છે. આ સાથે જ બે ટેસ્ટ મેચની શ્રેણી 2-0થી પોતાનાં નામે પણ કરી છે. મેચમાં દક્ષિણ આફ્રિકાએ બીજી ઇનિંગમાં 321 રન કરીને વેસ્ટ ઇન્ડિઝની ટીમને જીત માટે 390 રનનું લક્ષ્ય આપ્યું હતું. જો કે કેરેબિયન ટીમ માત્ર106 રનમાં ઓલઆઉટ થઈ હતી અને દક્ષિણ આફ્રિકાનો વિજય થયો હતો. મેચમાં દક્ષિણ આફ્રિકા તરફથી બીજી ઇનિંગમાં સિમોન હાર્મર અને ગેરાલ્ડ કોડિઝે 3-3 વિકેટ લીધી હતી. 

દક્ષિણ આફ્રિકાએ મેચમાં પહેલી ઇનિંગમાં મરર્કમના 96 રને ટોની ડે ઝોર્ઝીના 85 રનની મદદથી 320 રન કર્યા હતા. જેના જવાબમાં વિન્ડિઝ ટીમ પહેલી ઇનિંગમાં 251 રનમાં સમેટાઈ હતી. વિન્ડિઝ તરફથી હોલ્ડરે લડત આપીને 81 રન કર્યા હતા. જો કે દક્ષિણ આફ્રિકા ઉપર લીડ મેળવવામાં નિષ્ફળતા મળી હતી. 69 રનની બઢત સાથે દક્ષિણ આફ્રિકાએ બીજી ઇનિંગની શરૂઆત કરી હતી. જેમાં ટેમ્બા બાઉમાએ 280 બોલમાં 182 રન કર્યા હતા જ્યારે મોલ્ડરે 42 રન કર્યા હતા. જેના મદદથી દક્ષિણ આફ્રિકાનો સ્કોર 321 રન સુધી પહોંચ્યો હતો અને કેરેબિયન ટીમને જીત માટે 390 રનનું લક્ષ્ય મળ્યું હતું. 390 રનના લક્ષ્ય સામે વિન્ડિઝની ધડાધડ વિકેટ પડવા લાગી હતી અને 26 રનના કુલ સ્કોરે અડધી ટીમ પેવેલિયન પરત ફરી હતી. આમ, 106 રનના કુલ સ્કોરે વિન્ડિઝ ટીમ સમેટાઈ હતી અને દક્ષિણ આફ્રિકાનો 284 રને વિજય થયો હતો.

હેડલાઇન્સ