• રવિવાર, 29 જાન્યુઆરી, 2023
આઈપીએલ સાથે નથી ટકરાવા માગતું પાકિસ્તાન : પીએસએલનું શેડયુલ જારી
|

ઈસ્લામાબાદ, તા. 21 : પાકિસ્તાની સુપર લીગ 2023ની સીઝનનું શેડયુલ જારી થઈ ચુક્યું છે. દર વખતની જેમ આ વખતે પણ પીસીબીએ આઈપીએલ સાથેની ટક્કરથી પોતાનો બચાવ કર્યો છે. એટલે કે પીએસએલની વિન્ડો આઈપીએલની પહેલા રાખવામાં આવી છે. તેવામાં બન્ને વચ્ચેનો ટકરાવ મુશ્કેલ બન્યો છે. પીએસએલ આ વખતે 13 ફેબ્રુઆરીના રોજ રમાશે જ્યારે તેનો ફાઈનલ મુકાબલો 19 માર્ચના રોજ રમાશે. બીજી તરફ આઈપીએલ 2023 સીઝનનું શેડયુલ હજી સુધી ઘોષિત થયું નથી. જો કે મીડિયા રિપોર્ટના માનવા પ્રમાણે આઈપીએલ 2023 સીઝન માર્ચના ત્રીજા અઠવાડિયામાં શરૂ થઈ શકે છે. પીએસએલમાં આ વખતે પહેલો મુકાબલો મુલ્તાન સુલ્તાંસ અને લાહોર કલંદર વચ્ચે રમાશે. ગત સીઝનમા ફાઈનલ મુકાબલો આ બન્ને ટીમ વચ્ચે જ રમાયો હતો. આ મેચમાં શાહીન આફરીદીના નેતૃત્વની લાહોરની ટીમે જીત નોંધાવીને ખિતાબ પોતાના નામે કર્યો હતો જ્યારે મોહમ્મદ રિઝવાનના નેતૃત્વની મુલ્તાનની ટીમ ઉપવિજેતા રહી હતી. આ વખતે પીએસએલમાં 34 મેચ રમાશે. તમામ મેચ કરાચી, મુલ્તાન, લાહોર અને રાવલપિંડીમાં રમાવાના છે.