• સોમવાર, 13 જુલાઈ, 2026

મધરાતે મીરા રોડના ટાવરમાં ભીષણ આગ; 21 દાઝ્યા

મીટર બૉક્સમાં લાગેલી આગમાં 104 રહેવાસીઓને ઉગારી લેવાયા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 11 : મીરા રોડ પૂર્વમાં ગોવિંદનગર પરિસરના સાત માળના એક ટાવરમાં શુક્રવારે મોડી રાત્રે ઈલેક્ટ્રિકના મીટર બૉક્સમાં અચાનક આગ ફાટી નીકળતા ભર ઉંઘમાં સૂતેલા રહેવાસીઓ મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા. આગમાં એક બાળકી સહિત 21 લોકો દાઝી જવાથી તેમને વિવિધ હૉસ્પિટલમાં દાખલ કરવા પડયા હતા. જેમાં બેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. ફાયરબ્રિગેડે ટાવરના 104 રહેવાસીઓને સલામત રીતે બહાર કાઢ્યા....