• ગુરુવાર, 11 જૂન, 2026

જૈન મરણ

કવીઓ જૈન

સમાઘોઘા-મદુરાઈના ભાનુમતી વોરા (ઉં. 78) 31મીએ અવસાન પામ્યાં છે. તે સ્વ. ઓમિમા વચ્છરાજ લધા વોરાના પુત્રવધૂ. સ્વ. ઉમરશીના પત્ની. મહેશ, મૃદુલા હરેશ, લતા અજીત, જીજ્ઞા અભયના માતા. સ્વ. સોનબાઈ માણેક વનવીર છેડાના પુત્રી. પ્રેમજી, મણિલાલ, હરિલાલ, પ્રવીણ, ભોરારાના ઉર્મિલા દામજી, ચંચલ મણીલાલ, લીલાવંતી મહેશના બેન. પ્રાર્થના રાખી નથી. નિ.: મહેશ વોરા, 252, વેસ્ટ મસી સ્ટ્રીટ, મદુરાઈ.

 

કોડાયના પિયુષ લાપસીયા 

(ઉં. 51) 4થીએ અવસાન પામ્યા છે. તે રતનબેન નવિનચંદ્રના પુત્ર.  લક્ષ્મીબેન ગાંગજી કેશવના પૌત્ર. રશ્મી, પ્રીતીના ભાઈ. નાનબાઈ દામજી મેઘજીના દોહીત્ર. પ્રા.: શ્રી વ.સ્થા.જેન શ્રા.સં.સં. કરસન લધુ હોલ, દાદર (પ.). ટા. 2થી 3.30. ચક્ષુદાન, ત્વચા, હાડકાદાન કર્યું છે.

ચીયાસરના વિલાસ ગાલા (ઉં. 63) 4થીએ અવસાન પામ્યા છે. તે ઉષાબેન તલકશીના પુત્ર. વીણાના પતિ. ઝુબીન, રિચાના પિતા. તરુણ, જયશ્રી, ભાવનાના ભાઈ. પુષ્પાબેન નાનજીના જમાઈ. મુંબઈમાં પ્રાર્થના રાખી નથી. ચક્ષુદાન કર્યું છે. નિ.: વિલાસ ગાલા, 17, જલારામ જ્યોત, નલ્લાકુંટા, હૈદ્રાબાદ.

 

ઘોઘારી દશા શ્રીમાળી દેરાવાસી જૈન 

થોરડી ભાવનગરના યોગેશભાઈ જયંતીલાલ શાહનાં પત્ની અ.સૌ. આશાબેન (ઉં. 64) 5મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે જય, ધારા, કૃપાનાં માતા. વિશાલ રમેશભાઈ ગજ્જર, ધવલ સુરેશભાઈ શાહનાં સાસુ. હંસાબેન હસમુખરાય ગાંધી, શીલાબેન ભુપેન્દ્રભાઈ વોરા, પ્રતિભાબેન હરેશભાઇ દોશીનાં ભાભી. પિયરપક્ષે સ્વ. શાંતાબેન નગીનદાસ કામદારનાં દીકરી. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

સોરઠ વીસા શ્રીમાળી જૈન

લેરીયાના સ્વ. બાવચંદભાઈ ભાઈચંદ શેઠનાં પત્ની મધુબાળાબેન (ઉં. 82) 5મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે પ્રીતિ હર્ષદ મહેતા, કમલેશ, મિલનનાં માતા. નીપા કમલેશ શેઠ, હીના મિલન શેઠનાં સાસુ. આગમ, દર્શ, ઝલક, વૃષ્ટિ, પુજા, કોમલ પ્રતિકુમાર, ટ્વિંકલ, કેનિલનાં નાની-દાદી. સ્વ. શાંતાબેન વૃજલાલ પાટલિયાનાં દીકરી. માતૃવંદના 7મીને રવિવારે સાંજે 4થી 6. ઠે.: હારમની બેંકવેટ હૉલ, ટેંક રોડ, મીનીલેંડની સામે, ભાંડુપ (પ.).

 

ઘોઘારી દશા શ્રીમાળી જૈન

પાલીતાણાના ગં.સ્વ. શારદાબેન ભાનુચંદ્ર મહેતા (ઉં. 90). તે સ્વ. વિજયાબેન મનસુખલાલ શાહના દીકરી. રાજુભાઈ, નિલેશભાઈના માતા. મીતાબેન, હીનાબેનના સાસુ. રોનક, રીના, દેવાંશીના દાદી. મનહરભાઈ, ભૂપતભાઈના ભાભી. પીયૂષભાઈ, ચંદ્રાબેન, સરોજબેન, સ્વ. કનુભાઈ, રમેશભાઈ, ઉપેનભાઈ, મહેશભાઈ, જશુમતીબેનના બહેન ગુરુવાર, 5મીએ અરિહંતશરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે. ઠે.: નિલેશભાઈ ભાનુચંદ્ર મહેતા, 903 - પમ્પા કો.ઓ. સોસાયટી, ગજાનન કોલોની રોડ, એસ.આર.વી. હૉસ્પિટલની બાજુમાં, ગોરેગામ (પો.).

 

ઝાલાવાડી દેરાવાસી જૈન

રાણપુરના પંકજભાઈ ચંપકલાલ રતિલાલ શાહ (ઉં. 81) 4થીએ અરિહંતશરણ પામ્યા છે. તે શાલિનીબેનના પતિ. સિદ્ધાર્થ, સોનલના પિતા. સ્વ. અનિલભાઈ, હસમુખભાઈ, સ્વ. અરવિંદભાઈ, સ્વ. જયસુખભાઈ, સ્વ. નરેન્દ્રભાઈ, સ્વ. શારદાબેન, સ્વ. નલિનીબેન, હંસાબેન, સ્વ. પન્નાબેનના ભાઈ. સસુરપક્ષે સ્વ. જયંતીભાઈ મણીલાલ શાહના જમાઈ. લૌ. વ્ય. બંધ છે.

 

દશા શ્રીમાળી સ્થા. જૈન

ઘુઘરાળાંના સ્વ. વાડીલાલ શામળજી મોતીચંદ સંઘવીના પુત્ર દિલીપભાઈ શુક્રવાર 5મીએ અરિહંતશરણ પામ્યા છે. તે ભારતીબેનના પતિ. જતિન, જીગર, સ્વ. અવંતીના પિતા. અનિલભાઈના ભાઈ. જયંતિલાલ નરલેરામ કોઠારીના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર 7મીએ 4થી 6. ઠે.: નોર્થ ઇન્ડિયન એસોસિયેશન, (પંજાબ એસોસિયેશન), ભાઉ હાલ રોડ એકટેશન, કિંગ સર્કલની સ્શેશનની પાછળ, સાયન.

 

મચ્છુકાંઠા વીસા શ્રીમાળી જૈન

વાંકાનેરના ગં.સ્વ. જશવંતીબેન (જયશ્રીબેન) દોલતભાઈ શાહ (ઉં. 83) 5મીને શુક્રવારે અરિહંતશરણ પામ્યાં છે. તે રિતેશ, અમીષાનાં માતા. હિના, દેવેન ધોળકિયાનાં સાસુ.  સ્વ. ચંદ્રકાંતભાઈ, નરેન્દ્રભાઈ, નરેશભાઈનાં ભાભી. પિયર પક્ષે- ચંદ્રકળાબેન, રંજનબેન, માયાબેન, સ્વ. નરેન્દ્રભાઈ, સ્વ. કિરીટભાઈ, રાજશેભાઈ મોહનલાલ પારેખનાં બેન. નિ.: દોલતભાઈ શાહ, સી-303, ઉલ્હાસ બસ્તી ટાવર, દહાણુકર વાડી, મહાવીર નગર, કાંદિવલી (પ.). પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.