• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

હલાલ-પ્રમાણિત ઉત્પાદનો પર દેશવ્યાપી પ્રતિબંધ નહીં   

યુપીમાં પ્રતિબંધ બાદ ગૃહપ્રધાન શાહની સ્પષ્ટતા

નવી દિલ્હી, તા.રપ : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે શનિવારે એલાન કર્યું કે કેન્દ્ર સરકારે હલાલ-પ્રમાણિત ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ લગાવવાનો કોઈ નિર્ણય લીધો નથી. ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશ તાજેતરમાં આવો પ્રતિબંધ લગાવનાર પહેલું રાજય બન્યા બાદ એવી ચર્ચા હતી કે શું કેન્દ્ર સરકાર દેશભરમાં પ્રતિબંધ લગાવશે ?

તેલંગાણામાં વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે પહોંચેલા શાહે હૈદરાબાદમાં મીડિયા કર્મીઓને સંબોધતાં કહ્યું કે કેન્દ્ર સરકારે હલાલ પ્રમાણિત ઉતપાદનો પર પ્રતિબંધનો હજૂ કોઈ નિર્ણય લીધો નથી. યુપીની યોગી સરકારે હલાલ ઉત્પાદનોના વેચાણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકયા બાદ દેશમાં આવા પ્રતિબંધની ઉઠેલી અટકળો અંગે શાહે સ્પષ્ટતા રુપ વાત કહી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત સરકારે આવો કોઈ નિર્ણય લીધો નથી. તેલંગાણામાં તેમણે મુખ્યપ્રધાન કે.સી.રાવના નેતૃત્વવાળી સરકાર પર નિશાનો સાધતાં કહયુ કે રાજય સરકારે છેલ્લા 10 વર્ષમાં માત્ર ભ્રષ્ટાચાર કર્યો છે લોકો માટે કોઈ ઠોસ કામ કર્યું નથી.