ભાર્ગવ પરીખ તરફથી
અમદાવાદ, તા. 16 : ગુજરાતમાં બે એવા અનોખા ગામ છે કે જ્યાં રક્ષા બંધનના દિવસે બહેન ભાઈને રાખડી નથી બાંધતી, આ બંને ગામમાં સદીઓથી એવી માન્યતા છે કે રક્ષાબંધનના દિવસે ભાઈને રાખડી બાંધો તો અપશુકન થાય, એટલે એક ગામમાં રક્ષાબંધનના એક દિવસ પહેલા અને બીજા ગામમાં રક્ષાબંધનના બે અઠવાડિયા પછી બહેન ભાઈને રાખડી બાંધે છે .
પાટન જિલ્લાના સમી તાલુકા નાનકડા ગામ ગોધાણા ગામમાં રક્ષાબંધનના દિવસે વર્ષો પહેલા દરબાર, પાલવી ઠાકોર અને નાડોદા ઠાકોર વચ્ચે હળિયોની રમત રમાતી હતી. એમાં તળાવમાં નારિયેળ નાખવામાં આવે અને એ નારિયેળ આ જ્ઞાતિના યુવાનો ડૂબકી મારીને બહાર કાઢે જે જીતે એ યુવાનનું સન્માન થાય ત્યારબાદ ગામમાં રક્ષાબંધનનો તહેવાર યોજાતો હતો, એક રક્ષાબંધને હળિયો રમતમાં ચાર યુવાનો ડૂબી ગયા, એટલે ગામમાં શોકનું વાતાવરણ હતું, લોકવાયકા પ્રમાણે ત્યારબાદ ગામના એક પટેલને 15 દિવસ બાદ સપનું આવ્યું કે રક્ષાબંધનની જેમ ઢોલ નગારાં સાથે આખુંય ગામ તળાવ પર જશે તો યુવાનો પરત આવશે અને ગામ ત્યાં ગયું ત્યારે યુવાનો પરત આવ્યા હતા, ત્યારથી 300 વર્ષથી આ ગામમાં રક્ષાબંધન ભાદરવી સુદ પક્ષના દિવસમાં એટલે શેર કરો -