• શુક્રવાર, 19 એપ્રિલ, 2024

પાકિસ્તાનમાં ફરી ત્રાટક્યું ઈરાન  

નવી દિલ્હી, તા. 24 : ઈરાન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો તંગદિલી ભર્યા છે ત્યારે ઈરાને એક મહિના બાદ ફરી એક વખત પાકિસ્તાનમાં ઘૂસીને સર્જિકલ એરસ્ટ્રાઈક કરી હતી. સીમા પાર કરીને ઈરાની સલામતી દળોએ આતંકવાદી સમૂહ `જૈશ-અલ-અદલ'ના કમાન્ડર ઈસ્માઈલ શાહ બખ્શ અને તેના કેટલાક સાથીઓનો ખાત્મો કર્યો હતો. સમાચાર ચેનલ ઈરાન ઈન્ટરનેશનલે સ્થાનિક સરકારી મીડિયાને ટાંકીને આજે સવારે કાર્યવાહીની પુષ્ટિ કરી હતી.

ઉલ્લેખનીય છે કે એક મહિના પહેલાં પણ ઈરાની સલામતી દળોએ અંતરરાષ્ટ્રીય સીમાને અડીને આવેલા વિસ્તારોમાં પાકિસ્તાનની સરહદમાં ઘૂસીને આતંકવાદી ઠેકાણાઓ નષ્ટ કર્યા હતા. અલ અરબિયા ન્યૂઝના અહેવાલ અનુસાર જે આતંકવાદી સંગઠનના કમાન્ડરને ઈરાની સુરક્ષાદળોએ એરસ્ટ્રાઈકમાં માર્યાનો દાવો કર્યો છે તે જૈશ-અલ-અદલની 2012માં સ્થાપના કરવામાં આવી હતી. ઈરાને તે સંગઠનને આતંકવાદી જાહેર કરેલું છે.

રાજકીય પ્રવાહો
No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.