• શુક્રવાર, 03 મે, 2024

કૉન્ટ્રાક્ટ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મક બીડથી મળ્યો  

ધારાવી પુનર્વસનની શરતો આઘાડી સરકારે ઘડી હતી

ઉદ્ધવના આક્ષેપોને અદાણી જૂથનો જવાબ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 16 : ધારાવી પુનર્વિકાસ પ્રકલ્પનો કૉન્ટ્રાક્ટ ખુલ્લી અને વ્યાજબી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મક બીડિંગ પ્રોસેસમાં અમને આપવામાં આવ્યો છે. તેના ટેન્ડરની શરતો ગત જૂનમાં સત્તા છોડનારી મહાવિકાસ આઘાડીના કાર્યકાળમાં નક્કી કરવામાં આવી હતી. તેમાં જવાબદારીઓ અને પ્રોત્સાહનોની વિગતો બીડ ભરનારા બધાને જાણ હતી. ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થઈ પછી તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેથી અદાણી જૂથને કોઈ વિશેષ લાભ આપવામાં આવ્યા હોવાના રાજકીય આક્ષેપો પાયાવિહોણા છે એમ અદાણી જૂથની કંપની-ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રા. લિમિટેડ દ્વારા જણાવવામાં આવ્યું છે.

શિવસેના (ઠાકરે)ના નેતા ઉદ્ધવ ઠાકરે દ્વારા કાઢવામાં આવેલી રૅલી અને સંબોધનનો ઉલ્લેખ કર્યા વિના ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રા. લિમિટેડના પ્રવક્તાએ નિવેદનમાં જણાવ્યું છે કે પ્રકલ્પના અમુક પાસાં અંગે ખોટી માહિતી ફેલાવવા માટે થઈ રહેલા પ્રયાસો કમનસીબ છે. ધારાવીના બધા રહેવાસીઓને નવાં ઘરો ધારાવીમાં અપાશે. ટેન્ડરની શરતો અનુસાર અપાત્ર રહેવાસીઓને સુધ્ધાં રેન્ટલ હાઉસિંગ પૉલિસી હેઠળ રહેઠાણ અપાશે. ટેન્ડરની શરતો અનુસાર ધારાવીના પાત્ર રહેવાસીઓને મુંબઈના કોઈપણ એસ.આર. વધુ વિગતો માટે ઈ-પેપર વાંચો