• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

અણ્ણા કોઈ ટ્રેડમાર્ક નહીં : બૉમ્બે હાઈ કોર્ટ

મુંબઈ, તા. 2 : ઇડલી તથા મેંદુ વડાની અન્ય હૉટેલને અણ્ણા એવું નામનો ઉપયોગ કરવા સામે વચગાળાની મનાઈ ફરમાવતો આદેશ આપવાની બૉમ્બે હાઈ કોર્ટે ના પાડી હતી. સાથો-સાથ અણ્ણા આ નામ મામલે થયેલી અરજીની  પુણેની જિલ્લા અદાલતને ઝડપથી સુનાવણી કરવાની સૂચના હાઈ કોર્ટે આપી હતી. ન્યાયાધિશ સંદીપ મારણેની ખંડપીઠે કહ્યું હતું કે અણ્ણા આ નામના ઉપયોગ પર વચગાળાની મનાઈ હુકમ આપવો એ મામલે કોઈપણ જાતના પુરાવાઓ અરજી કરનાર આપી શક્યા નથી. પુણેમાં અણ્ણા ઇડલી ગૃહ નામથી એક હૉટેલ છે. તેમ છતાં ઘણાં અણ્ણા નામથી હૉટેલ ચલાવે છે. અન્યોને આ નામ વાપરવા સામે વચગાળા માટે પ્રતિબંધ મૂકવાની માગણી જિલ્લા અદાલતે ફગાવી દેતા મુંબઈ હાઈ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. 

અરજીકર્તાએ દલિલ કરતા કહ્યું હતું કે અણ્ણા ઇડલી આ નામનો ટ્રેડમાર્ક માત્ર અમારી પાસે છે. ઇડલી-ઢોસા તેમજ અન્ય દક્ષિણ ભારતીય વ્યંજનો અમે આ નામથી વેચીએ છીએ. સોલાપુર, નાગપુર સહિત મહારાષ્ટ્રમાં ઘણાં સ્થળોએ આ જ નામથી વ્યવસાય કરીએ છીએ. પુણેના શિરોળ રોજ પર ઇડલી મેંદુવડાની હૉટેલ મેસર્સ અણ્ણા નામથી શરૂ થયાની માહિતી મળતા જ એની સામે અરજી કરવામાં આવી હતી. જેને કોર્ટે દ્વારા ફગાવી દેવામાં આવી હતી.