• ગુરુવાર, 02 મે, 2024

નાસિક નજીક ડ્રગ યુનિટ પર દરોડો પાડી રૂ. 267 કરોડની એક્સ્ટેસી જપ્ત  

મુંબઈ, તા. 7 : નાસિક નજીકના શિંદેગાંવમાં ત્રણ દિવસ જાપ્તો રાખ્યા બાદ શહેરની પોલીસ અને નાસિક પોલીસે ડ્રગનું ઉત્પાદન કરતાં ડ્રગ એકમ પર દરોડો પાડયો હતો અને એક્સ્ટેસી તરીકે ઓળખાતા 133 કિલો એમડીએમએ કેફી દ્રવ્યો પકડી પાડયાં હતાં, જેની કિંમત રૂપિયા 267 કરોડ જેટલી છે. દરોડો ગુરુવારે રાતે પાડવામાં આવ્યો હતો. અગાઉ પકડાયેલી ડ્રગ કે જે એકમ પર દરોડો પાડવા સુધી લઈ ગઈ ગઈ હતી તેને એકાંત સ્થળે લઈ જવામાં આવી હતી. આમ કુલ 151 કિલો ડ્રગ પકડી પાડવામાં આવી હતી, જેની કુલ કિંમત રૂપિયા 300 કરોડ જેટલી થાય છે.

યુનિટના રખેવાળ જિશાન શેખ (30)ની તેના શિંદેગાંવ નજીકના નાસિક રોડ ખાતેના ફ્લૅટમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ દરોડો પાડવામાં આવ્યો હતો.શેખે પોલીસને જણાવ્યું હતું કે, યુનિટની માલિકી ડ્રગ માફિયા ડૉન લલિત પાટીલની છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે, પાટીલે 2020માં પોલીસ દ્વારા તેની ધરપકડ કરાઈ તે પહેલાં ચૂંટણી પણ લડી હતી. કેફી પદાર્થો (ડ્રગ)ની હેરાફેરીના આરોપી પાટીલને સૌપ્રથમ અૉક્ટોબર 2020માં પુણેની યરવડા જેલમાં રાખવામાં આવ્યો હતો. તેને ત્યારબાદ સાસૂન જનરલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો&l