• શુક્રવાર, 19 એપ્રિલ, 2024

વર્ષમાં 180 લોકોને આત્મહત્યાથી રોકી શકવામાં સફળતા મળી   

સોશિયલ મીડિયાએ આપેલી માહિતીને પગલે

મુંબઈ, તા. 24 : ગયા વર્ષે અૉક્ટોબર મહિનામાં એક 20 વર્ષના યુવકે અમુક દવાનો ફોટો મૂક્યો હતો તેમ લખ્યું હતું કે, પોતે જીવનનો અંત આણવા માગે છે. તરત ટ્રોમ્બે પોલીસ એના ઘરે પહોંચી હતી. ઘરમાં કોઈ નહોતું. યુવકની શોધ કરતા નજીકના ખાડી પાસે પહોંચી હતી. ત્યાં યુવક આત્મહત્યા કરવાના ઇરાદાથી ઊભો હતો. એણે નોકરી ગુમાવી હતી તેમ નવી નોકરી મળી રહી નહોતી. તેથી હતાશ થઈ ગયો હતો. પોલીસની સમજાવટને કારણે એણે આત્મહત્યાનો વિચાર માંડી વાળ્યો હતો. 

મેટા કંપની દ્વારા આવા આત્મહત્યાના કોઈ પણ જાતના રિપોર્ટ જોવા મળે છે, તો મુંબઈ સાયબર પોલીસને જાણ કરવામાં આવે છે જેને કારણે અત્યાર સુધી જાન્યુઆરી 2023થી ફેબ્રુઆરી 2024 સુધી 180 લોકોના જીવ બચાવવામાં આવ્યા છે.આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને માનવીય હસ્તક્ષેપ બન્નેના અદ્ભુત સંયોગને કારણે આવું કામ શક્ય થયું છે. પરીક્ષામાં નિષ્ફળતા, પારિવારિક સમસ્યા અને અૉનલાઇન છેતરપિંડી જેવા કેસમાં પોલીસ સમસ્યાના નિવારણનું કામ પણ કરે છે. જેને કારણે આટલી મોટી સંખ્યામાં આત્મહત્યા અટકાવવામાં સફળતા મળી છે.

રાજકીય પ્રવાહો
No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.