• સોમવાર, 03 ઑગસ્ટ, 2026

હિન્દુ મરણ

હાલાઈ લોહાણા

બેલા (આમરણ)ના રણજીત લીલાધર કોટક (ઉં. 79). તે સ્વ. શાંતાબેન રતિલાલ પુજારા , સ્વ. તારાબેન શીવલાલ કક્કડ, સ્વ. કાંતાબેન જીવનલાલ ઠક્કર, સ્વ. પુષ્પાબેન રમેશભાઈ ચંદારાણા, સુરેશભાઈ કોટકના ભાઈ. હર્ષ, કૃતી પ્રશાદ મલઘીના કાકા 30મીએ શ્રીજીચરણ પામ્યા છે પ્રાર્થનાસભા રાખી નથી. લૌ. પ્રથા બંધ છે.

 

હિન્દુ

માતાજીના નેત્રા હંસાબેન રમેશચંદ્ર જાદવજી કતીરાના પુત્ર અતુલ (ઉં. 61) 29મીને બુધવારે શ્રીરામશરણ પામ્યા છે. તે ગં.સ્વ. મંજુલાબેન કિશોરભાઈ પોપટના જમાઈ. અર્પિતાબેનના પતિ. ઓમના પિતા. સ્વ. રોહિત, જીતેન્દ્ર, રાજેશ, યશમીના દેવેન્દ્ર પલણના ભાઈ. પ્રાર્થનાસભા 2જીને સાંજે 5.30થી 7. ઠે.: પવાણી હૉલ, પહેલે માળે, શ્રી કચ્છી લોહાણા મહાજન વાડી, રામરતન ત્રિવેદી રોડ, મુલુંડ (.). લૌ. વ્ય. બંધ છે.

 

કચ્છી લોહાણા

કચ્છ ગઢશીશાવાળા સ્વ. લક્ષ્મીબેન નારાયણજી અનમના પુત્ર રમેશ (ઉં. 72) 31મીને શુક્રવારે શ્રી શિવ શરણે પામ્યા છે. તે હંસાબેનના પતિ. સ્વ. રમાબેન તુલસીદાસ ધીરવાણી, સ્વ. મધુરીબેન પ્રભુદાસ પોપટ, લીલાવંતીબેન ધીરજલાલ પોપટ, અનીતાબેન કનૈયાલાલ કોઠારી સ્વ. રમીલાબેન, સ્વ. અર્જુનભાઈ કરશનદાસ, સ્વ. પ્રતાપભાઈ, સ્વ. મહેન્દ્રભાઈના ભાઈ. સ્વ. વિઠ્ઠલદાસ ભવાનજી પુંજાણીના જમાઈ. ભાવીન, ડિમ્પલ અવનીશ માણેકના પિતા. પ્રાર્થનાસભા રાખી નથી. લૌ. વ્ય. બંધ છે.

 

ભાર્ગવ બ્રાહ્મણ

અંજના જ્યોતિન્દ્ર વકીલ. તે ભાવિન, કાનન, પુનિત, સ્વ. આભાના માતા. અમિતા, નિકુંજ ઝવેરી, ક્રિષ્નાના સાસુ બુધવાર, 29મીએ દેવલોક પામ્યાં છે. બેસણું રવિવાર, 2જીએ સાંજે 4થી 6. ઠે.: એફપીએચ, હાજીઅલી.

 

લુહાર-સુથાર જ્ઞાતિ

જેતપુરના બાબુભાઈ ટપુભાઈ હરસોરા (ઉં. 83) 31મીને શુક્રવારે શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. શાન્તાબેન ટપુભાઈ હરસોરાના દીકરા. ગં.સ્વ. ઉષાબેનના પતિ. સ્વ. મગનભાઈ, રમણીકભાઈ, સ્વ. રમાબેન, સ્વ. લીલીબેનના ભાઈ. ભવાનભાઈ મકવાણાના જમાઈ. અમિત, પરેશ, રાજેશ્રી, રીટા, અમીતા, સ્વ. રશ્મિબેનના પિતા. પ્રાર્થનાસભા 3જીને સોમવારે 2થી 6. ઠે.: વિશ્વકર્મા બાગ, બજાજ રોડ, સંન્યાસ આશ્રમની બાજુમાં, વિલે પાર્લે (.). લૌ. વ્ય. બંધ છે.

 

કચ્છ લોહાણા

મોટી ધૂફી (કચ્છ)ના ગં.સ્વ. નર્મદાબેન (ઉં. 94) ગુરુવાર, 30મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે ઉંમરશી માધવજી ગણાત્રાના પત્ની. સ્વ. કાંતિલાલ, નવીન, મોહન, મહેન્દ્ર, રાજુ, ઝવેર, રૂકમણી, મંજુલા, દમયંતીના માતા. તુલસાબાઈ મુલજી તન્નાના દીકરી. ભગવતી, ભાવના, અરૂણા, આશા, આવતીના સાસુ. પ્રિયેશ, હિરેન, હિતેશ, કેવલ, મિથુન, જેકી, રાજ, જ્યોતિ, બિજલ, નિશા, અલ્પા, આનંદ, કૈલાશ, કુનાલ, અમીત, પિયુશ, સાગર, સોની, અમીના નાની-દાદી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર, 2જીએ સાંજે 5થી 7. ઠે.: હૉટલ ટિપટોપ પ્લાઝા, એલ.બી.એસ. માર્ગ, મુલુન્ડ ચેકનાકા પાસે, થાણે (.). લૌ. વ્ય. બંધ છે.

 

સુરતી દરજી

મુંબઈના ગં.સ્વ. કલાવતી બાબુલાલ ટેલરના પુત્ર અનિલ ટેલર (ઉં. 63). તે અલ્કાબેનના પતિ. દેવાંગ, વિધિના પિતા. ફોરમના સસરા 30મીને ગુરુવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા (બેસણું) 2જીને રવિવારે બપોરે 3થી 5. ઠે.: બીજા માળે, પેપિલોન બેન્ક્વેટ્સ, કનકિયા પોલીસ સ્ટેશનની સામે, કનકિયા રોડ, મીરા રોડ (પૂ.).

 

લુહાર સુથાર 

તળાજાના સ્વ. દેવેન્દ્રભાઈ રણછોડભાઈ પરમારના પત્ની ગં.સ્વ. રસીલાબેન (ઉં. 79) 30મીએ રામશરણ પામ્યાં છે. તે સ્વ. ગોપાલભાઈ, કુંદનબેન ગોરધનભાઈ ડોડીયાના ભાભી. ભરત, વર્ષા દિનેશકુમાર ગોહિલ, પ્રિતી હસમુખરાય વાઘેલાના માતા. શીતલ, વિશાખાના સાસુ. પિયર પક્ષે સુરેશ મનજીભાઈ સિદ્ધપુરાના બહેન. સાદડી 3જીએ 5થી 7. ઠે.: લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ નં. 3, અંબા માતા મંદિર પાસે, બોરીવલી (પૂ.). લૌ. વ્ય. બંધ છે.

 

કચ્છી લોહાણા

રેહાના સ્વ. રમેશચંદ્ર તુલસીદાસ પોપટના પત્ની ગં.સ્વ. પુષ્પાબેન (ઉં. 78) 29મીએ રામશરણ પામ્યાં છે તે વીરભાઈ વલ્લભજીભાઈ દામાણીના પુત્રી. નીરવ, અંકુશના માતા. સ્મિતા, દીક્ષાના સાસુ. યક્ષ, રોશનીના દાદી. પ્રાર્થનાસભા રવિવાર, 2જીએ 4થી 6. ઠે.: મહાજન વાડી, ગ્રાઉન્ડફ્લોર, આર.આર.ટી. રોડ, મુલુંડ (.).