• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

અયોધ્યામાં શ્રી રામ ઍરપોર્ટ તૈયાર

320 કરોડના ખર્ચે થયું નિર્માણ; અમદાવાદ માટે સપ્તાહમાં ત્રણવાર ઉડાન

નવી દિલ્હી, તા. 2 : અયોધ્યાનું મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ઈન્ટરનેશનલ એરપોર્ટ 320 કરોડના ખર્ચે લગભગ તૈયાર થઈ ગયું છે. એની શરૂઆત 22 જાન્યુઆરીએ રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા પહેલાં કરવામાં આવશે. મુખ્ય પ્રધાન યોગી શનિવારે અયોધ્યાની એકદિવસીય મુલાકાતે છે. તેમની સાથે નાગરિક ઊડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા અને રાજ્યપ્રધાન જનરલ વીકે સિંહે પણ અયોધ્યામાં હાજરી આપી છે. 

એરપોર્ટનાં ઉદ્ઘાટનની તારીખ અને ફ્લાઇટની તારીખ મુખ્ય પ્રધાનો અને પ્રધાનો દ્વારા નિરીક્ષણ કર્યા પછી નક્કી કરવામાં આવશે. આ સાથે ભાડું પણ નક્કી કરવામાં આવશે. એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારતીય એરલાઇન કંપની ઇન્ડિગો પહેલાં દિલ્હી અને અમદાવાદ માટે ફ્લાઇટ્સ શરૂ કરશે. દિલ્હી માટે દરરોજ અને અમદાવાદ માટે અઠવાડિયામાં ત્રણ દિવસ ફ્લાઈટ હશે. 

સરકાર 320 કરોડ રૂપિયાના ખર્ચે શ્રી રામ એરપોર્ટ બનાવી રહી છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, એરપોર્ટ બિલ્ડિંગ રામમંદિરની જેમ બનાવવામાં આવી રહ્યું છે. એરપોર્ટની મુખ્ય ઇમારત રાજસ્થાનના બંશી પહારપુરના પથ્થરોથી બનાવવામાં આવી રહી છે. એરપોર્ટનું નિર્માણ ત્રણ તબક્કામાં કરવામાં આવી રહ્યું છે. પ્રથમ તબક્કામાં ડોમેસ્ટિક ફ્લાઈટની સુવિધા હશે. અયોધ્યાને દેશભરના એરપોર્ટ સાથે કનેક્ટિવિટી હશે. 

એક સમયે 500 મુસાફરને પ્રવેશ અને જવાની સુવિધા હશે. ટર્મિનલ-1 બિલ્ડિંગમાં 250 મુસાફર બેસી શકે છે. આ રીતે 500 મુસાફરની સુવિધા હશે. 2200 મીટર લાંબો અને 45 મીટર પહોળો રનવે બનાવવામાં આવ્યો છે. ડોમેસ્ટિક ફ્લાઈટ્સ પહેલાં શરૂ થશે. 

એરપોર્ટનું 95 ટકાથી વધુ કામ પૂર્ણ : ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ (ઈંકજ)માં સમાવિષ્ટ વિવિધ ઘટકો, જેમ કે લોકલાઈઝર, ગ્લાઈડ પથ, માર્કર, ડીએમઈ વગેરેનું કામ પણ એરપોર્ટ પર કરવામાં આવ્યું છે. એ બે તબક્કામાં બનાવવામાં આવી રહ્યું છે. 2200 મીટર લાંબો અને 45 મીટર પહોળો રનવે બનાવવામાં આવ્યો છે. ટર્મિનલ બિલ્ડિંગ અને એરપોર્ટનું 95 ટકાથી વધુ ફિનાશિંગ કામ પૂર્ણ થઈ ગયું છે. 

એરપોર્ટ ઓથોરિટીના પ્રોજેક્ટ એન્જિનીયર ઇન્ચાર્જ રાજીવ કુલશ્રેષ્ઠે જણાવ્યું હતું કે, ફેઝ-વન અંતર્ગત જ રનવે સેફ્ટી એરિયા (છઊજઅ)નાં ધોરણો મુજબ રનવે અને કેન્ટ વન લાઇટિંગનું કામ કરવામાં આવ્યું છે. આનાથી રાત્રે અને ધુમ્મસમાં પણ પ્લેન સરળતાથી લેન્ડ થઈ શકે છે. આ ઉપરાંત અહીં દિવસ અને રાત બંને જગ્યાએ લેન્ડિંગની સુવિધા છે.  

ફેઝ ટુ બિલ્ડિંગ 50 હજાર સ્ક્વેર ફૂટમાં બનશે. રાજીવ કુલશ્રેષ્ઠના જણાવ્યા અનુસાર, ફેઝ વન બિલ્ડિંગ 6600 સ્ક્વેર મીટરમાં બનાવવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં એરપોર્ટ પર આઠ એરક્રાફ્ટ પાર્ક કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રથમ તબક્કા પછી, બીજા તબક્કાની ઇમારતનું બાંધકામ શરૂ થશે. આ ઇમારત 50 હજાર ચોરસ મીટરની હશે. આમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવશે