• મંગળવાર, 26 સપ્ટેમ્બર, 2023

ખીણમાં પાંચ દિવસથી અજંપો; ચાર આતંકવાદી ઠાર  

બારામુલ્લામાં ત્રણ આતંકવાદી ફૂંકી મારતા ના-પાક હરકત નાકામ, અનંતનાગમાં વધુ એક આતંકવાદી ઠાર; સેના સતત સાબદી

બારામુલ્લા/ અનંતનાગ, તા. 16 : પાકિસ્તાને પોષેલા આતંકવાદે ફરીવાર અજંપાની સ્થિતિ સર્જી છે. શનિવારે સળંગ પાંચમા દિવસે લોહિયાળ હિંસાથી કાશ્મીર ખીણ ખરડાઇ હતી. પાંચ જવાન ખોનાર ભારત દેશના જાંબાઝ જવાનોએ જડબાંતોડ જવાબ આપતા આજે ચાર આતંકવાદીને ઠાર માર્યા હતા.

બારામુલ્લામાં શનિવારે નિયંત્રણ રેખા નજીક ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા ત્રણ આતંકવાદીને ફૂંકી મારતાં ભારતીય સુરક્ષાદળોના શૂરવીર સૈનિકોએ પાકની નાપાક હરકત નાકામ કરી દીધી હતી.

બીજી તરફ, અનંત નાગમાં પણ સેનાએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો. જવાનોનાં ગોળીબારથી કોકરનાગના પહાડો ગાજી ઊઠયા હતા. બારામુલ્લા જિલ્લામાં અંકુશરેખા પાસે ઊરી, હાથલંગા ક્ષેત્રમાં ભીષણ એન્કાઉન્ટરમાં ફૂંકી મરાયેલા ત્રણમાંથી બે આતંકીના મૃતદેહ મળી આવ્યા હતા. ત્રણ આતંકીની તસવીરો પણ જારી કરાઇ હતી.

ત્રીજા આતંકવાદીની લાશ સીમા પર પડી હતી, પરંતુ પાકિસ્તાન સીમા ચોકી તરફથી લગાતાર ગોળીબારનાં કારણે લાશને લેવાઇ ન્હોતી.

દરમ્યાન, કિશ્તવાડમાં પોલીસે ઘરો પર નોટિસ ચોંટાડી છે, જે ઘરોના લોકો આતંકવાદી તાલીમ માટે પીઓકે ગયા હોવાનું જાણવા મળ્યું છે. ઊરી, હાથલંગામાં શનિવારની