• મંગળવાર, 14 ઑક્ટોબર, 2025

ટીમ ઈન્ડિયાની અમદાવાદ ટેસ્ટમાં ઈનિંગ અને 140 રને જીત

જાડેજાનું અૉલરાઉન્ડર પ્રદર્શન, સદી ફટકાર્યા બાદ ચાર વિકેટ પણ લીધી

અમદાવાદ, તા. 4 : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીનો પહેલો મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયો હતો. આ મુકાબલામાં ભારતીય ટીમે ઈનિંગ અને 140 રને મોટી જીત મેળવી છે. વેસ્ટ ઈન્ડિઝની બીજી ઈનિંગ રમતના ત્રીજા દિવસે લંચ બાદ 146 રનમાં સમટાઈ….