• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

પક્ષો સંયુક્ત સરકાર રચવા માટે આગળ આવે : પાક સેનાધ્યક્ષ  

રાવલપિંડી, તા. 10 (પીટીઆઇ) : પાકિસ્તાન ચૂંટણીમાં ત્રિશંકૂ જનાદેશ જેવી સ્થિતિ સર્જાઇ છે, ત્યારે પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ અસીમ મુનીરે આજે `સંયુક્ત' સરકારની હાકલ કરી છે અને રાજકીય નેતૃત્વને સ્વહિતથી ઉપર ઊઠીને લોકસેવા અર્થે વહીવટ કરવા અનુરોધ કર્યો છે.

પાકમાં સામાન્ય ચૂંટણીના બે દિવસ બાદ કોઇ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી અને શક્તિશાળી લશ્કરનું સમર્થન ધરાવતા પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે સહિયારી સરકારની હાકલ કરી છે એવે સમયે મુનીરનું નિવેદન આવ્યું છે. આશ્ચર્યજનક છે કે, જેલમાં કેદ પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની પાકિસ્તાન `તહરિક--ઇન્સાફ' પાર્ટી દ્વારા સમર્થિત `અપક્ષ' ઉમેદવારો 101 બેઠક પર વિજયી બન્યા.