• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

ઈવીએમમાં કોઈ ખામી કે ગેરરીતિ નથી  

ચૂંટણી પંચનો કૉંગ્રેસને લેખિત જવાબ

નવી દિલ્હી, તા.6: કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે વિપક્ષો તરફથી પત્ર લખીને ઇવીએમની વિશ્વસનીયતા અંગે સવાલ ઉઠાવ્યા બાદ ચૂંટણી પંચે તેમને જવાબ આપ્યો છે.ચૂંટણી પંચે જયરામ રમેશે ઉઠાવેલા સવાલોના જવાબમાં પત્ર લખી જણાવ્યું કે ઇવીએમ અને વીવીપીએટીના મુદ્દે તે પહેલેથી પોતાનું વલણ સ્પષ્ટ કરી ચૂક્યું છે. સુપ્રીમ કોર્ટ અને હાઇ કોર્ટે પણ ઇવીએમ અને વીવીપીએટીના મુદ્દો પોતાનો નિર્ણય જાહેર કરી દીધો છે. ચૂંટણી પંચે ઇવીએમ અને વીવીપીએટી મુદે સુપ્રીમ કોર્ટમાં તાજેતરમાં દાખલ કરવામાં આવેલી એક નવી અરજીમાં પોતાનો જવાબ રજૂ કરી દીધો છે. આયોગે સ્પષ્ટ કર્યું કે ઇવીએમમાં કોઈ ખામી કે ગેરરીતિ નથી. સુપ્રીમ કોર્ટથી માંડી દેશની વિવિધ અદાલતોમાં અનેકવાર બાબત સ્પષ્ટ કરવામાં આવી ચૂકી છે.