• રવિવાર, 08 નવેમ્બર, 2026

હિન્દુ મરણ

કચ્છી લોહાણા

કોઠારાના સ્વ. હરખાબેન જેઠમલ ભગદેના પુત્રી મંગળાબેન 6ઠ્ઠીએ રામશરણ પામ્યાં છે. તે શંભુલાલ ઠક્કરના પત્ની. સ્વ. ચંપકના માતા. સ્વ. વાલજી દામજી શંકર, સ્વ. હંસરાજ ગિરીશ, સ્વ. તારાબેન, સ્વ. રૂક્ષમણીબેન, ધનલક્ષ્મીના બેન. સ્વ. નારાણજી રણછોડદાસના પુત્રવધૂ. સ્વ. મહાલક્ષ્મી, મણીલાલ પોપટ, સ્વ. ચંદ્રિકા નવીનભાઈ ઠક્કર, સ્વ. શશીકલા સુરેશ ઠક્કર, કુસુમ દિનેશ ઠક્કર, કલ્પના પ્રતાપ ઠક્કર, સ્વ. હરેશ નારાણજી, સ્વ. સુરેશ નારાણજીના ભાભી. પ્રાર્થસભા રાખી નથી.

 

કપોળ

જાફરાબાદવાળા સ્વ. જડીબેન બાલુભાઈ પારેખના પુત્ર સ્વ. પ્રવીણચંદ્રના પત્ની ગં.સ્વ. જયાબેન (ઉં. 83) 6ઠ્ઠીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે જયેશ-છાયા, કલ્પેશ-પારુલના માતા. સ્વ. પ્રતાપરાય, સ્વ. નવનીતરાય, સ્વ. વિનોદભાઈ, અશોકભાઈ, સ્વ. વિઠ્ઠલદાસ દ્વારકાદાસ પારેખના ભાભી. સ્વ. છગનલાલ જીવરાજ મહેતાના દીકરી. લૌ. વ્ય. બંધ છે.