સિહોર સંપ્રદાય ઔદીચ્ય અગિયારસે બ્રાહ્મણ
વલસાડના રાજેન્દ્રભાઈ
ગૌરીશંકર જાદવજી જાની (ઉં. 71). તે માધુરીબેનના પતિ. સ્વ મનીષ, નેહા પ્રશાંતકુમાર ભટ્ટના
પિતા. નીલાબેન કિશોરકુમાર મહેતા, દક્ષાબેન હસમુખરાય પંડ્યા, કૈલાસબેન મહેશકુમાર બધેકા,
મીનાબેન દિપકકુમાર મહેતા, દર્શનાબેન ભરતભાઈ ભટ્ટ, સ્વ. ગીરીશભાઈ જાનીના ભાઈ. નાથાલાલ
કાનજી મહેતાના જમાઈ. ભુપતભાઈ નાથાલાલ મહેતા, નીતિનભાઈ મહેતા, ચંદુબેન નર્મદશંકર પંડ્યા,
વિરમતી વામનરાય જાની, ભાનુબેન પ્રવિણચંદ્ર જાનીના બનેવી 11મીએ કૈલાસવાસ પામ્યા છે.
પ્રાર્થનાસભા સોમવાર, 13મીએ સાંજે 4થી 6. ઠે.ઃ નાનીમા હોલ, લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં,
કોચર ફળિયું, મદનવાડ વલસાડ.
કચ્છી લોહાણા
તેરા(કચ્છ)ના
સ્વ. સાકરબેન ત્રિકમદાસ ચંદનના પુત્ર નરેન્દ્રભાઈ (ઉં. 78) 10મીએ રામશરણ પામ્યા છે.
તે સ્વ. મંજુલાબેનના પતિ. અજયના પિતા. સ્વ. પાર્વતીબેનના જમાઈ. દયાળજીભાઈના બનેવી.
પ્રાર્થનાસભા 12મીએ સાંજે 5.30થી 7. ઠે.ઃ આઈયા બૅન્કવેટ હૉલ, 1લે માળે, કચ્છી મહાજનવાડી,
આર.આર.ટી. રોડ, મુલુંડ (પ.). લૌ. વ્ય. બંધ છે.
લેઉવા પટેલ
શેરગઢના નારણભાઈ
ગોરધનભાઈ ડોબરીયા (ઉં. 74) 10મીએ શ્રીજીશરણ પામ્યા છે. તે મનીષાના પતિ. કિરીટ, સંજય,
અલ્પાના પિતા. લાભુબેન, રૂડાભાઈ, સ્વ. ફુલચંદભાઈ, સ્વ. લીલાબેનના ભાઈ. સેજલ, સુવર્ણલતા,
મનોજના સસરા. ચિરાગ, આકાશ, સંજોગ, સોનલ, પિયુષના મોટાબાપુ. પ્રાર્થનાસભા 12મીએ 5થી
7. ઠે.ઃ સૌરાષ્ટ્ર પટેલ સમાજ, હનુમાન ટેકડી રોડ , અશોકવન, દહિસર (પૂ.).
હાલાઈ ભાટિયા
બોરીવલીના મનોજભાઈ
ચીખલ (ઉં. 74) 10મીએ શ્રીજીશરણ પામ્યા છે. તે સ્વ. પુષ્પાબેન તથા સ્વ. પદમશી વિઠ્ઠલદાસ
ચીખલના પુત્ર. બીનાના પતિ. સ્વ. શાંતિબેન તથા સ્વ. મથરાદાસ નારણદાસ આશરના જમાઈ. શીતલના
પિતા. ધર્મેશ આશરના સસરા. પ્રાર્થનાસભા 13મીએ 4.30થી 6.30. ઠે.ઃ મંડપેશ્વર સિવિક ફેડ્રેશન,
પહેલે માળે, જીમખાના રોડ, પ્રેમનગર બોરીવલી (પ.).
હાલાઈ લોહાણા
રાણપુરના રમેશભાઈ
સાદરાણી (ઉં. 72). તે સ્વ. પાર્વતીબેન માધવજી સાદરાણીના પુત્ર. નીતાબેનના પતિ. સ્વ.
ગોવર્ધનભાઈ, સ્વ.મનસુખભાઈ, સ્વ. રુક્ષ્મણીબેન (બચીબેન), વસંતભાઈના ભાઈ. સ્વ. કૃપાબેન,
મેઘાબેન, જીગ્નેશભાઈ, જીમેશભાઈના પિતા. સ્વ.નર્મદાબેન વલ્લભભાઈ કોટેચાના જમાઈ 10મીને
શુક્રવારે રામશરણ પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર, 12મીએ સાંજે 4થી 6.
ઠે.ઃ પનવેલ લોહાણા મહાજન વાડી, રવજી ભીમજી રંગપરિયા માર્ગ, મિર્ચી ગલી. લૌ. વ્ય. બંધ
છે.
ખંભાત દશા શ્રીમાળી
વણિક
અંધેરીના ભરતભાઈ
ચંદુલાલ શાહ (ઉં. 79). તે મંદાબેનના પતિ. જીજ્ઞેશ-અમીના પિતા. પ્રશાંત દિપલના સસરા
10મીને શુક્રવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 12મીને રવિવારે સાંજે 6થી 8. ઠે.ઃ
વિદ્યા વિકાસ-સ્કૂલ, અંધેરી રીડીએશન ક્લબની સામે, અંધેરી (પ.).
કચ્છી લોહાણા
ગં.સ્વ. લક્ષ્મીબેન
ગંધા (ઉં. 68) 10મીએ અવસાન પામ્યાં છે. તે સ્વ. શંકરલાલનાં પત્ની. સ્વ. સાકરબેન દયાળજી
ગંધા તુણા વાળાનાં પુત્રવધૂ. સ્વ. જશોદાબેન ભવાનજી તન્નાનાં પુત્રી. સ્વ. શંભુલાલ,
સ્વ. વિઠ્ઠલદાસ, સ્વ. લક્ષ્મીબેન, સ્વ. નિર્મળાબેન, સ્વ. ચંદ્રબાળાબેન, ગં.સ્વ. મણીબેનનાં
ભાભી. જયશ્રીબેન પરેશ મજેઠીયા, પ્રીતિ વિશાલ બળીયા (બેના), માયા, મહેશ, સીતાનાં માતા.
બંને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર 12મીએ સાંજે 5.30થી 7. ઠે.ઃ કચ્છી લોહાણા મહાજન મુલુંડ
મહાજનવાડી, રામ રતન ત્રિવેદી રોડ, મુલુંડ (પ.). લૌ. વ્ય. બંધ છે.
હાલાઈ ભાટિયા
અ.સૌ. બીના ભદ્રેશ
ઠક્કર (ઉં. 63). તે સ્વ. જયશ્રીબેન રામદાસ લાલજી ઠક્કરનાં પુત્રવધૂ. સ્વ. રમાબેન રતનશી
પાલેજાનાં પુત્રી. કૌશીકનાં માતા. આરતીનાં સાસુ. સ્વ. હીનાબેન, ગં.સ્વ. બકુલાબેન, ગં.સ્વ.
આરતીબેન, સ્વ. કેતન, સોનાલીનાં ભાભી. 10મીને શુક્રવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા
રવિવાર 12મીએ સાંજે 5થી 7. ઠે.ઃ ઘાટકોપર બ્રાહ્મણ સમાજ, ત્રીજે માળે, ઘાટકોપર બ્રાહ્મણ
સમાજ ચોક, જોષીલેન, એમ.જી. રોડ, ઘાટકોપર (પૂ.).