• ગુરુવાર, 16 એપ્રિલ, 2026

જૈન મરણ

કવીઓ જૈન

પ્રાગપુરના પ્રભાબેન ભેદા (ઉં. 72) 9મીએ અવસાન પામ્યાં છે. તે ઉમરબાઈ રતનશી લાલજીનાં પુત્રવધૂ. રમણીકલાલ (લક્ષ્મીચંદ)નાં પત્ની. શીલા, નીતા, વર્ષા, સંદીપ, સુકેશનાં માતા. કેસરબેન ખેરાજ પાસુ, લક્ષ્મીબાઈ ટોકરશી મેઘજીનાં પુત્રી. મુલચંદ, સુંદરબેન, અમરત, પ્રભા, જૈતી, કિર્તીનાં બેન. પ્રાર્થના સાંજે 4થી પ.30. ઠે.ઃ કચ્છી મહેશ્વરી સમાજ વાડી, બંદર રોડ, પનવેલ.

 

મુંદ્રાના મણિકાંત કેનીયા (ઉં. 84) 10મીએ અવસાન પામ્યાં છે. તે મઠાંબાઈ પ્રેમજીના પુત્ર. પુષ્પાબેનના પતિ. ભારતી, નયના, કિલ્પા, વિપુલ, રાહુલના પિતા. સાકરબેન, વેજબાઈ, નાનાલાલ, લીલાવંતી, પ્રવિણના ભાઈ. મઠાંબેન દનાભાઈ સૈયાના જમાઈ. પ્રાર્થના રાખી નથી. નિ.ઃ પુષ્પાબેન કેનીયા ઃ સંઘવી શેરી, કંદોઈ બજાર, મુંદરા (કચ્છ).

 

મેરાઉના કીર્તિભાઈ વીરા (ઉં. 71) 9મીએ અવસાન પામ્યા છે. તે મણીબેન લીલાધરના પુત્ર. કંચનના પતિ. નીતા, ધર્મેશ, હર્ષિતના પિતા. સ્વ. નરેદ્ર, કિશોર, રીટા, નયના, લતાના ભાઈ. હિરબાઈ મેઘજી સાવલાના જમાઈ. પ્રા. ઃ માટુંગા જૈન આરાધના ભવન, શ્રી સુમતિનાથ જિનાલય, 5મો માળ, નાથાલાલ પારેખ માર્ગ, કિંગ સર્કલ, માટુંગા (સે.રે.) ટા. 3.30થી 5.

 

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન

મઢડાના શાહ હઠીચંદ વિઠ્ઠલદાસના પુત્ર ચંદુભાઈનાં પત્ની દક્ષાબેન (ઉં. 68) 10મીને શુક્રવારે અરિહંતશરણ પામ્યાં છે. તે જીનલ, ખુશ્બુ, કુળદીપનાં માતા. પ્રતાપભાઈના ભાઈનાં પત્ની. સ્વ. શશિકાંતભાઈ, દિનેશભાઈ, દિલીપભાઈનાં ભાભી. વૃજલાલ પ્રેમચંદ મહેતાનાં દીકરી. લૌ. વ્ય. બંધ છે. ઠે.ઃ 201, હર્ષિતા એપાર્ટમેન્ટ, લિબર્ટી ગાર્ડન, રોડ નં.-4, અમર ડેરીની ઉપર, મલાડ (પ.).

 

દશા શ્રીમાળી સ્થા. જૈન

અમરાપુર ઘાનાણીના સ્વ. હેમકુંવરબેન ધનજીભાઈ દેસાઈના પુત્ર પ્રવીણભાઈ (ઉં. 89) 10મીએ અરિહંતશરણ પામ્યા છે. તે કસુમબેનના પતિ. સંજય, નિમેશના પિતા. સ્વ. નિર્મળાબેન દામાણી, લલીતભાઈના ભાઈ. અનિલભાઈ કેશવલાલ હેમાણી, સ્વ. ઇન્દિરાબેન શાહ, ઉષાબેન રૂપાણી, રશમીબેનના બનેવી. લૌ. વ્ય. બંધ છે.

 

દશા શ્રીમાળી સ્થા. જૈન

મોરબીના પ્રવિણભાઈ હાથીભાઈ સંઘાણી (ઉં. 94). તે સ્વ. ચંદ્રીકાબેનના પતિ. સ્વાતિ, શ્વેતાના પિતા. વિણાબેન લાભુભાઈ સંઘવી, મધુબેન અનંતભાઈ માટલીયા, ઇન્દુબેન જશુભાઈ મહેતા, શોભાબેન પ્રદીપભાઈ સંઘરાજકાના ભાઈ. મનુભાઈ સંઘવીના જમાઈ. શુક્રવાર 10મીએ સ્વર્ગવાસ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.

 

દશા શ્રીમાળી જૈન

વાંકાનેરના પ્રેમીલાબેન શેઠ (ઉં. 87). તે સ્વ. અરવિંદભાઈ કેવળચંદ શેઠનાં પત્ની 10મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે સ્વ. મીનલબેન મુકેશભાઈ દેસાઈ, રૂપલબેન પિયુષભાઈ અવલાણી, સોનલબેન અમિતભાઈ શાહનાં માતા. કુમાશ, શ્રુજલ, સોહમ - ફોરમ, આલેશ - ઐશ્વર્યા, પ્રિયંકા - રાહિલ, પ્રિયલ - જીનય, અવીર, અરમાન, અરાહ્યાનાં નાની. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

પાટણ વીસા શ્રીમાળી જૈન

પાટણના અ.સૌ. અલ્પાબેન શાહ (ઉં. 52) 10મીએ  અરિહંતશરણ પામ્યાં છે. તે રૂપેશ મહેન્દ્ર મણિલાલ શાહનાં પત્ની. કૃપા, હેમાંસી, હર્ષનાં માતા. સ્વ. જિતેન્દ્રભાઈ લક્ષ્મીચંદ શાહ અને સ્વ. કાશ્મીરાબેનનાં પુત્રી. સૌરભ, સ્વ. હિતાબેનનાં બહેન. લૌ. વ્ય. બંધ છે.