• શુક્રવાર, 19 એપ્રિલ, 2024

રણજી ટ્રૉફી ક્વાર્ટર ફાઇનલમાં મુશીરની બેવડી સદી  

બરોડા સામેની મૅચમાં મુંબઈની ટીમને ધબડકામાંથી ઉગારી

મુંબઈ, તા. 24: મુંબઈના યુવા બેટ્સમેન મુશીર ખાને શનિવારે પોતાની પહેલી ફર્સ્ટ ક્લાસ સદીને બેવડી સદીમાં બદલી છે. મુંબઈના બીકેસી ગ્રાઉન્ડમાં બરોડા સામે રણજી ટ્રોફી ક્વાર્ટર ફાઇનલ દરમિયાન મુશીરે શાનદાર ઇનિંગ રમી હતી. ટોપ ઓર્ડરના ધબડકા બાદ મુશીર મેચમાં ત્રીજા નંબરે ઉતર્યો હતો અને 350 બોલમાં બેવડી સદી કરી હતી. તેણે પોતાની ઇનિંગમાં 18 ચોગ્ગા ફટકાર્યા હતા. 

મુંબઈની ટીમે એક સમયે 99 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. નીચલના ક્રમના બેટ્સમેનોનાં કારણે ટીમે 384 રન કર્યા હતા. જાન્યુઆરી 2023 બાદ મુશીરનો પહેલા ફર્સ્ટ ક્લાસ મેચ હતો. પહેલા ત્રણ મેચમાં મુશીરે પાંચ ઇનિંગમાં કુલ 96 રન કર્યા હતા. મુશીર રણજી ટ્રોફીમાં બેવડી સદી કરનારો બીજો સૌથી યુવા મુંબઈનો ખેલાડી બન્યો છે. તેની ઉમર 18 વર્ષ અને 362 દિવસ છે. પૂર્વ ક્રિકેટર વસીમ જાફરનાં નામે સૌથી ઓછી ઉમરે બેવડી સદીનો રેકોર્ડ છે. તેણે 1996-97ની રણજી ટ્રોફીમાં બેવડી સદી ફટકારી હતી ત્યારે તે 18 વર્ષ અને 262 દિવસનો હતો.

રાજકીય પ્રવાહો
No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.