• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

ચીફ સેક્રેટરીનો નિર્ણય એક કલાકમાં લ્યો : સુપ્રીમ કોર્ટ  

પૅનલમાંથી પસંદગી કરવા કેજરીવાલ સરકારને તાકીદ

નવી દિલ્હી તા. 25 : દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે વર્ચસ્વની લડાઈ અવિરત ચાલી રહી છે. હવે દિલ્હીના ચીફ સેક્રેટરીની પસંદગીનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.

સુપ્રીમ કોર્ટે આ વિવાદના ઉકેલ અને મુખ્ય સચિવની પસંદગી માટેનો રસ્તો સૂચવ્યો છે. કોર્ટે દિલ્હી સરકારને કહયુ કે સૂચવવામાં આવેલા નામો પર એક કલાકમાં નિર્ણય લેવાનો છે. ઉપરાંત જે નામોની પેનલ સૂચવવામાં આવે તે નામ ગુપ્ત રાખવાના છે. સોશ્યલ મીડિયા પર નામો જાહેર કરીને કેન્દ્ર સરકાર પર આરોપ લગાવવાનો નથી. કોર્ટે એલજીને કહયુ કે સિવિલ સર્વન્ટસની પેનલ બનાવીને કોર્ટને જણાવવામાં આવે. સીજેઆઈ ચંદ્રચૂડની આગેવાની હેઠળની બેંચે કહયુ કે કેન્દ્ર જે નામો સૂચવે તેના પર દિલ્હી સરકારે એક કલાકમાં નિર્ણય લેવાનો રહેશે.