• મંગળવાર, 26 સપ્ટેમ્બર, 2023

રશિયાએ યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં ઘાતક મિસાઈલ `સરમત' તહેનાત કરી

મોસ્કો, તા. 2 : રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ 18 મહિના પછી પણ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યું. ઉલટાનું હવે યુક્રેન રશિયામાં ડ્રોન મોકલીને હુમલા કરાવી રહ્યું છે. જેના પગલે લાલચોળ થઈ ગયેલા રશિયન પ્રમુખ પુતિને પોતાની સૌથી ઘાતક ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઈલ સરમતને યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં તહેનાત કરાવી દીધી છે. જેના પગલે નાટો દેશો પણ ખળભળી ઉઠયા છે. 

પુતિનનું કહેવું છે કે, આ એવી મિસાઈલ છે જે મોસ્કોના દુશ્મનોને બે વખત વિચારવા માટે મજબૂર કરી દેશે. રશિયાની અંતરિક્ષ એજન્સીએ પણ સરમત મિસાઈલની તહેનાતીને સમર્થન આપ્યું હતું. 

સરમત મિસાઈલ એક કરતા વધારે ન્યુક્લિયર વેપન લઈ જવા માટે સક્ષમ મિસાઈલ છે. નાટો દેશના લશ્કરી સંગઠને તેને શયતાન...નામ આપ્યું છે. સરમત મિસાઈલને રડાર પર ટ્રેક કરવા માટે બહુ ઓછો સમય મળતો હોય છે. તેનું વજન 200 ટન છે. એક સાથે તે 15 ન્યુક્લિયર બોમ્બ લઈને ઉડાન ભરી શકે છે. તે 18000 કિલોમીટર સુધી માર કરી શકે છે. રશિયાએ તેના ઘણા સફળ પરિક્ષણો કરેલા છે.