• શુક્રવાર, 19 એપ્રિલ, 2024

316 વર્ષ જૂનું જહાજ કોલંબિયાના દરિયામાંથી બહાર કાઢવામાં આવશે

નવી દિલ્હી, તા. 24 : કોલંબિયાની સરકારે શુક્રવારે જાહેરાત કરી હતી કે, તે 316 વર્ષ પહેલાં કોલંબિયન કેરેબિયન (એટલાન્ટિક મહાસાગર)માં ડૂબી ગયેલા સ્પેનિશ જહાજ સેન જોસના ભંગાર અને ખજાનાને પુન:પ્રાપ્ત કરવા માટે પાણીની અંદર સંશોધન શરૂ કરશે. માટે નૌકાદળના જહાજની દેખરેખ હેઠળ રોબોટને દરિયામાં મોકલવામાં આવશે. રોબોટ વર્ષો પહેલાં ડૂબેલા સ્પેનિશ જહાજની માહિતી એકત્ર કરશે. સમય દરમિયાન તે કાટમાળનો કેટલોક ભાગ બહાર કાઢશે. ત્યાર બાદ જોવામાં આવશે કે, વર્ષો પછી જ્યારે પાણી બહાર આવશે ત્યારે ભંગારમાં શું ફેરફાર થાય છે. જહાજના બાકી રહેલા કાટમાળનો કયો ભાગ બહાર કાઢી શકાય તેની પણ તપાસ કરવામાં આવશે. એપી ન્યૂઝ અનુસાર જહાજનો કાટમાળ સમુદ્રમાં બે હજાર ફૂટની ઉંડાઈ પર છે.  રોબોટ કેમેરાથી પણ સજ્જ હશે, જેથી જહાજ સંબંધિત રેકોર્ડ એકત્ર કરી શકાય. રોબોટને સેટેલાઇટ સાથે પણ જોડવામાં આવશે. અભિયાન માટે કોલંબિયા સરકાર વર્ષે અંદાજે 37 કરોડ રૂપિયા ખર્ચ કરશે. મિશન 2024ના બીજા ભાગમાં શરૂ થશે. 

રોબોટ કયા વિસ્તારમાં તહેનાત કરવામાં આવશે તેનું સ્થાન હાલ માટે ગુપ્ત રાખવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે, ડૂબતા પહેલાં સેન જોસ જહાજમાં સોનું અને ચાંદી સહિત 1 લાખ 66 હજાર કરોડ ડોલરનો 200 ટન ખજાનો ભરેલો હતો. વર્ષ 1708માં તે રાજા ફિલિપ વીના કાફલાનો ભાગ હતો.

રાજકીય પ્રવાહો
No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.