• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

ભારતના પ્રાણ છે રામ : અમિત શાહ  

નવી દિલ્હી, તા.10: ગૃહપ્રધાન અમિત શાહે સંસદમાં રામ મંદિર વિશે બોલતા કહ્યં કે, ભારતના પ્રાણ છે રામ, રર જાન્યુઆરીએ 500 વર્ષના સંઘર્ષના અંતનો દિવસ છે. દેશની કલ્પના રામ અને રામચરિતમાનસ વિના થઈ શકે. રામનું ચરિત્ર અને રામ દેશના જનમાનસનો પ્રાણ છે. ભારતની સંસ્કૃતિ અને રામાયણને અલગ કરીને જોઈ શકાય. લોકસભામાં રામ મંદિર પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચામાં શાહે વધુમાં કહ્યં કે જનતાનો જે અવાજ વર્ષોથી કોર્ટના કાગળોમાં દબાયેલો હતો, મોદીજીના વડા પ્રધાન બન્યા બાદ તેને અવાજ અને અભિવ્યક્તિ મળી.