• શુક્રવાર, 26 એપ્રિલ, 2024

ટેસ્ટ ક્રિકેટમાં જો રુટના 11 હજાર રન  

સચીન તેંડુલકરનો રેકોર્ડ તોડયો : ઈંગ્લૅન્ડ તરફથી 11 હજાર રન પૂરા કરનારો બીજો ખેલાડી

લંડન, તા. 3 : ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જો રુટે આર્યલેન્ડ સામેના ટેસ્ટ મેચમાં 56 રનની શાનદાર ઈનિંગ સાથે ટેસ્ટ ક્રિકેટમાં 11,000 રન પૂરા કર્યા છે. રુટ 11,000 રન પૂરા કરનારો દુનિયાનો 11મો અને ઈંગ્લેન્ડનો બીજો ક્રિકેટર બન્યો છે. જો રુટ આ મુકામે પહોંચનારો સૌથી ઝડપી ઈંગ્લિશ ખેલાડી પણ બન્યો છે. રુટ પહેલા ઈંગ્લેન્ડ માટે 11,000 રનનો આંકડો પૂર્વ કેપ્ટન એલેસ્ટર કુકે પૂરો કર્યો હતો. આ માટે કુકે 252 ઈનિંગ રમી હતી જ્યારે રુટે 238 ઈનિંગમાં 11 હજાર રન પૂરા કર્યા છે. રુટ પહેલા ટેસ્ટ ક્રિકેટમાં કુમાર સંગાકારા, બ્રાયન લારા, રિકી પોન્ટિંગ,  સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, જેક કાલિસ, મહેલા જયવર્ધને, એલિસ્ટર કુક, શિવનરેન ચંદ્રપોલ અને એલન બોર્ડરે 11,000 રન પૂરા કર્યા હતા. રુટ સૌથી ઓછી ઉંમરે આ મુકામે પહોંચનારો બીજો ખેલાડી છે. તેણે સચિનને પાછળ છોડયો છે. સચિને 34 વર્ષ અને 95 દિવસની ઉંમરે 11,000 રન પૂરા કર્યા હતા જ્યારે રુટની ઉંમર 32 વર્ષ અને 154 દિવસ છે.