• મંગળવાર, 30 ડિસેમ્બર, 2025

જૈન મરણ

કવીઓ જૈન

નાના ભાડિયાના ચંપાબેન દામજી રાંભિયાના જમાઈ સંદીપ વિશ્વનાથ બેરડે (ઉં. 51) 24મીએ અવસાન પામ્યા છે. તે શિલ્પાના પતિ. રોબિનના પપ્પા. સંજીવ, સુનિતા, સંપદા, સંગીતાના ભાઈ. પ્રાર્થના રાખી નથી. ઠે.ઃ શિલ્પા બેરડે, બ-101 દ્વારકા સાઈ વન્ડર સોસાયટી, પીમ્પ્લે સૌદાગર, પૂના.

 

પ્રતાપરના રમેશ ગાલા (ઉં. 58) 26મીએ અવસાન પામ્યા છે. તે પ્રભાબેન પ્રેમજીના પુત્ર. કુસુમના પતિ. પ્રાચી, રૂચી, કશીશના પિતા. રાયચંદ, દમયંતી, રેખાના ભાઈ. ઉર્મિલાબેન કીકુભાઈ કેશવભાઈ પટેલના જમાઈ. પ્રાર્થના રાખી નથી. ઠે.ઃ પ્રભાબેન પ્રેમજી, 8/22 સાઇનાથ નગર, તુલીંઝ રોડ, નાલાસોપારા (પૂ.).

 

કોડાયના શાંતીલાલ શાહ (નાગડા) (ઉં. 83) 26મીએ દેહ પરિવર્તન પામ્યા છે. તે વેલબાઈ વેરશી પદમશીના પુત્ર. ઉર્મિલાબેનના પતિ. ઉષા, વર્ષા, રીટા, બીનાના પિતા. રામજી, હેમચંદ, કસ્તુરબેન હરખચંદના ભાઈ. પાનબાઈ શીવજી ઠાકરશી ગાલાના જમાઈ. પ્રાર્થના રાખી નથી. નિ.ઃ ચંદ્રકાંત શાહ, બિલ્ડિંગ નં. 6 રૂમ નં. 21, પ્રેમપ્રકાશ સોસાયટી, લક્ષ્મી કોલોની, આર.સી. માર્ગ, ચેમ્બુર, મું.-74.

 

ટુંડાના પાનબાઈ વિસનજી ધારશી ગોગરીના પુત્રી પ્રભાબેન રાંકા (ઉં. 85) 24મીએ અવસાન પામ્યાં છે. તે સાંવલચંદ જવાજી રાંકાના પત્ની. વિજયના માતા. લક્ષ્મીચંદ, કિશોર, ચંચલબેન કલ્યાણજી રતનશી સાવલા, ભાનુબેન નાનજી નરશી દેઢીયાના બેન. પ્રાર્થના રાખી નથી. ઠે.ઃ વિજય રાંકા, 203, સુમેર ટાવર નં. 5, મોતીશા લેન, ભાયખલા, મુંબઈ-10.

 

ભુજપુરના અજય વીરા (ઉં. 38) 25મીએ અવસાન પામ્યા છે. તે સ્વ. નાનબાઈ શામજી વેરશીના પૌત્ર. સ્વ. મંજરી મણીલાલના પુત્ર. જ્યોતી બીપીન ગાલાના ભાઈ. ચંપાબેન જયંતિલાલ હંસરાજ ગોગરીના દોહીત્ર. પ્રાર્થના રાખી નથી. નિ.ઃ અજય વીરા, શિવ આશીષ, બી-3, ત્રણ મંદિરની બાજુમાં, ગોગ્રસવાડી, ડોંબિવલી (પૂ.).

 

નાની ખાખરના શાંતિલાલ મેકોની (ઉં. 91) 25મીએ અરિહંતશરણ પામ્યા છે. તે મુક્તામા નેમજી નાનજીના પુત્ર.  ઉર્મિલાબેનના પતિ. પ્રિતી, શૈલીના પિતા. રમણીકભાઈના ભાઈ/સાઢુભાઈ. વિમલાબેન ખીમજી તેજુકાયાના જમાઈ. પ્રાર્થનાસભા રાખી નથી. નિ.ઃ શાંતિલાલ નેમજી મેકોની ઃ મેકોની હાઉસ, 369 -ભંડારકર રોડ, માટુંગા-સે.રે., મુંબઈ-19.

 

કોટડા રોહાના મંજુલા (મોંઘીબેન) દેઢિયા (ગઢેરા) (ઉં. 73) 26મીએ અવસાન પામ્યાં છે. તે રતનબેન કરમશીના પુત્રવધૂ. મણીલાલના પત્ની. વૈશાલી (હીના), નિપા, દિપાલી, જાગૃતિના માતા. વાલબાઈ પદમશી કોરશીના પુત્રી. હીરજી, ડુંગરશી, મણીબેન ટોકરશી, જવેરબેન દેવરાજ, કલ્પના શૈલેષના બેન.  ચક્ષુદાન તથા ત્વચાદન કર્યું છે. પ્રાર્થના રાખી નથી. નિ.ઃ દિપાલી મણીલાલ, સી/5, અનવા, એસ.એન.રોડ, મુલુંડ (પ.).

 

ડેપાના રતનબાઈ મારૂ (ઉં. 102) 26મીએ અવસાન પામ્યાં છે. તે પાંચીબાઈ રવજી કોરશીના પુત્રવધૂ. ગાંગજી (કારૂબાપા)ના પત્ની. કલ્યાણજી, જાદવજી, મુલચંદ, કાંતિલાલ, ખુશાલ, વિમળાના માતા. દેવકાબેન ઉમરશી સાવલાના પુત્રી. જાદવજી, કેશવજી, વેલબાઈના બેન. પ્રા.ઃ અંજના ફાર્મ, કાંજીયાણ વાડી, મોટી ખાખર, કચ્છ. ટા. 3થી 5.

 

મોટા આસંબીયાના ગિરીશ ગાલા (ઉં. 67) 26મીએ અવસાન પામ્યા છે. તે લીલબાઈ જેવતના પુત્ર. મંજુલાના પતિ. મેઘાના પિતા. નિર્મળા, પુષ્પા, નિરંજના, મધુ, પ્રેમીલાના ભાઈ. ભાનુબેન વિસનજી ગંગરના જમાઈ. પ્રાર્થના રાખી નથી. નિ.ઃ ગિરીશ જેવત ગાલા. એ-103, ગીરી વિહાર દર્શન, મુ.િક. સ્ટ્રીટ, સાત રસ્તા, મું-11.

 

દશા શ્રીમાળી દિગંબર જૈન મુમુક્ષુ 

રાજકોટના સ્વ. ચત્રભુજ પાનાચંદ શાહના પુત્ર. શાંતિલાલ માધવજી મહેતાના જમાઈ ભરતભાઈ શાહ (ઉં. 66) તે અમિતાબેનના પતિ. જીગ્નેશ, મેઘાબેન, આરતીબેનના પિતા. અનેરી, સોમીલભાઇ, કુશભાઈના સસરા. શુક્રવારે 26મીએ અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા 28મીએ સવારે 10.30થી 12.30. ઠે.ઃ આંગન હોલ , ટીપીએસ રોડ, બોરીવલી (પ.).

 

દશા શ્રીમાળી સ્થા. જૈન  

મોટી મોણપરીના જશવંતલાલ હરિલાલ મણિલાલ મકાણી (ઉં. 77) તે સ્વ. ઇન્દુબેનના પતિ. વિકી (ધર્મેશ), પારસના પિતા. સ્વ. પ્રવીણભાઈ, છબીલભાઈ, શૈલેષભાઇ, સ્વ. રજનીભાઈ, ગં.સ્વ. સરલાબેન સન્મુખરાય વૈદ, ગં.સ્વ. જોસ્નાબેન પ્રદીપકુમાર ટોલીયાના ભાઈ. પુનમ, મેઘાના સસરા. અમૃતલાલ કાલિદાસ દોશીના જમાઈ. 26મીએ અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થના સભા 29મીએ સોમવારે બપોરે 3થી 5. ઠે.ઃ સ્થાનકવાસી જૈન ઉપાશ્રય હોલ, સેક્ટર નંબર 6, શાંતિ નગર, મીરા રોડ (પૂ.).

 

ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

મળીલા (બોટાદ)ના નટવરલાલ ભાઈચંદભાઈ ડેલીવાળા તથા તરલાબેનના પુત્ર પરેશભાઈ (ઉં. 60) 26મીને શુક્રવારે અરિહંતશરણ પામ્યા છે. તે બીનાબેનના પતિ. વૈભવ, માનસીના પિતા. સમીરભાઈ-બીજલબેન, મેહુલભાઈ-અલ્પાબેનના ભાઈ. સ્વ. માયાગૌરી ન્યાલચંદ કોઠારીના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે. ઠે.ઃ 802, બાલી ડીવાઇન, રોડ નંબર-4, જવાહરનગર, ગોરેગામ (પ.).

 

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન

મોરચૂપણાના બાવચંદભાઈ ભવાનભાઈના પુત્ર સ્વ. ખાંતીલાલભાઈનાં પત્ની પદ્માબેન (ઉં. 75) 26મીએ અવસાન પામ્યાં છે. તે સ્વ. ચિરાગ, વિરસ, મીતાના માતા. સ્વ. ધીરુભાઈ, પૂનમચંદભાઈ, કાંતિભાઈ, ચીમનભાઈ, સ્વ. રસીલાબેન, મંજુબેનના ભાભી. મગનલાલ જીવનલાલનાં દીકરી. સકલતીર્થ ભાવયાત્રા 29મીને સોમવારે સવારે 9.30થી 11.30. ઠે.ઃ સમૃદ્ધિ હૉલ, મદનમોહન માલવિયા રોડ, ટેલિફોન એક્સચેંજની બાજુમાં, મુલુંડ (પ.). લૌ. વ્ય. બંધ છે.

 

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન

મોટા ખુંટવડાના પંકજભાઈ દોશી 26મીને શુક્રવારે અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. મંજુલાબેન કાંતિલાલ કાળીદાસ દોશીના પુત્ર. અમિતાબેનના પતિ. દર્શન, અક્ષયના પિતા. પરેશભાઈના ભાઈ. સાસરા પક્ષે જયંતિલાલ હરિલાલ મહેતા. ચક્ષુદાન અને ત્વચાદાન કર્યું છે. ગિરનાર તીર્થની ભાવયાત્રા 29મીને સોમવારે સવારે 10થી 12. ઠે.ઃ જીવરાજ ભાણજી હૉલ, અશોક નગર, મેહુલ ટોકીસની બાજુમાં, મુલુંડ (પ.).

 

ઝાલાવાડ જૈન શ્વેતાંબર

વડોદના સ્વ. ગિરધરલાલ ગાંગજી કુવાડિયાનાં પત્ની વિમળાબેન (ઉં. 102) 26મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે સ્વ. અરવિંદભાઈ, સ્વ. ભરતભાઈ, હર્ષદભાઈ, નીરૂબેન રાજેશકુમાર, કલ્પનાબેન મુકેશકુમાર, સ્વ. અલકાબેન કેતનકુમારનાં માતા. સ્વ. સુધા, સ્વ. છાયાનાં સાસુ. પિયર પક્ષે સ્વ. ચંપકલાલ ઠાકરશી વોરાના બેન. કોકિલાબેનના નણંદ. લૌ. વ્ય. બંધ છે.

 

ઝાલાવાડી શ્વેતાંબર મૂર્તિપૂજક (દેરાવાસી) જૈન

ધ્રાંગધ્રાના પ્રદ્યુમન ગજરાબેન બાબુલાલ ગાંધીના પત્ની અ.સૌ. અલ્કાબેન ગાંધી (ઉં. 68) 22મીએ અરિહંતશરણ પામ્યા છે. તે જિગર ગાંધી, અમી દિગંત બગડિયાના માતા. સ્વ. વિમલાબેન કરમચંદ કોઠારીના પુત્રી. રેખાબેન લલિત શાહ, ઉષા રમેશ શાહ, કલ્પના કિશોર શાહ, સ્વ. કુમારપાળ ગાંધી, વર્ષાબેન સુનિલ ખારાના ભાભી. દીપક કોઠારી, પારુલ આશિષ શાહના બેન. ભાવ પૂજા 29મીએ સોમવારે સવારે 9.30થી 11.30. ઠે.ઃ ઘેલાભાઈ કરમચંદ હોલ, સ્ટેશનથી નજીક, વિલે પાર્લે (પ.).

 

ઝાલાવાડી વીસા શ્રીમાળી જૈન

વઢવાણના દિનેશભાઈ ચત્રભુજભાઈ શાહ (ઉં. 88) શનિવાર, 27મીએ અરિહંતશરણ પામ્યા છે. તે આશાબેનના પતિ. મનીતના પિતા. રીતીકાના સસરા. સ્વ. રમેશભાઈના ભાઈ. સ્વ. લાભુબેન દલિચંદભાઈ દોશીના જમાઈ. પ્રાર્થનાસભા સોમવાર, 29મીએ 4.30થી 6.30. ઠે.ઃ સ્કાય સ્કેપર, બ્રીચ કેન્ડી, મુંબઈ-26.