• રવિવાર, 19 મે, 2024

નવા ઇ-કૉમર્સ નીતિમાં નાના વેપારીઓનાં હિત જળવાશે : પીયૂષ ગોયલ

નવી દિલ્હી, તા.16: વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગાયેલે કહ્યું છે કે, -કોમર્સ પોલિસીમાં કોરોના કાળમાં ગ્રાહકોનું ધ્યાન રાખનાર નાના તેમજ ઓફલાઇન વેપારીઓની અવગણના કરવામાં નહીં આવે. ગોયલે કહ્યું કે, સરકાર ટૂંક સમયમાં -કોમર્સ પોલિસીની જાહેરાત કરી શકે છે. પોલિસીમાં તમામ કંપનીઓને લાભ થાય અને -કોમર્સ કંપનીઓ તેમજ નાના વેપારીઓ એકબીજાના પૂરક બને તેવો પ્રયાસ કરાશે.

ગોયલે કહ્યું કે, છૂટક વેપાર અને એમએસએમઇની સુરક્ષા કરવી સરકારની સ્પષ્ટ નીતિમાં સામેલ છે અને વેપારીઓ અમારી પ્રાથમિકતા છે. તેમણે કહ્યું કે, કેરોના કાળમાં જ્યારે -કોમર્સ કંપનીઓ લોકો સુધી પ્રોડક્ટ પહોંચાડવામાં ફેલ થઈ હતી, ત્યારે નાના વેપારીઓએ પોતાની જીવ જોખમમાં નાખી અને પોતાનું સ્વાસ્થ્ય દાવ લગાવી ગ્રાહકો સુધી સામાન પહોંચાડવાનું કામ કર્યું.

ગોયલે કહ્યું કે, નાના તેમજ ઓફલાઇન છૂટક વેપારીઓનું મોટું યોગદાન છે. અમે -કોમર્સ પોલિસીમાં વેપારીઓને કોઈપણ પ્રકારનું નુકસાન નહીં થવા દઈએ. ઓફલાઇન વેપાર કરનારા નાના વેપારીઓ માટે સરકાર ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ઓએનડીસી) પ્લેટફોર્મ લઈને આવી છે. ગોયલે કહ્યું કે, જાહેર થનાર -કોમર્સ પોલિસીમાં તમામનાં હિતોની વાત વધુ વિગતો માટે ઈ-પેપર વાંચો