• શુક્રવાર, 03 મે, 2024

એશીઝ કરતાં આઈપીએલ વધારે આકરી : બ્રૂક  

ઈંગ્લૅન્ડના બૅટ્સમૅને એશીઝ સાથે કરી આઈપીએલની તુલના

લંડન, તા. 29 : ઈંગ્લેન્ડના સ્ટાર ક્રિકેટર હેરી બ્રુકે એક મોટું નિવેદન આપતા ઓસ્ટ્રેલિયા સામે  ચાલી રહેલી એશિઝની તુલનાએ આઈપીએલ શારીરિક અને માનસિક રીતે વધારે થકાવનારી હોવાનું કહ્યું છે. બ્રુકે ચાલુ વર્ષે જ આઈપીએલમાં ડેબ્યુ કર્યું હતું. સનરાઈઝર્સ હૈદરાબાદે બ્રુકને 13.25 કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કર્યો હતો. જો કે તે પોતાની કિમત પ્રમાણે પ્રદર્શન કરી શક્યો નહોતો. 

ઓવલમાં ચાલી રહેલા પાંચમા એશિઝ ટેસ્ટ દરમિયાન બ્રુકને સવાલ કરવામા આવ્યો હતો કે શારીરિક અને માનસિક રીતે થકાવનારો અનુભવ ક્યો છે. જેના જવાબમા હેરી બ્રુકે તરત જ કીધું હતું કે તેની યાદીમાં એશિઝ બીજા ક્રમાંકે આવે છે. આઈપીએલ વધારે આકરી રહી છે. આઈપીએલમાં હેરી બ્રુકને દરેક પોઝિશનમાં રમવાની તક આપવામાં આવી હતી પણ નિષ્ફળ સાબિત થયો હતો. તેણે આઈપીએલમાં ઈનિંગની શરૂઆત કરતા એકમાત્ર સદી કોલકાતા સામે કરી હતી. બાકીના મોટાભાગના મેચમા નિષ્ફળતા મળી હતી. તેમજ ઘણા મેચમાં બેંચ ઉપર બેસાડવામાં આવ્યો હતો.