કચ્છી લોહાણા
કચ્છ - મોળવધરના ગં.સ્વ. લક્ષ્મીબેન ઠક્કર
(ગંધા) (ઉં. 98). તે સ્વ. ઓધવજીનાં પત્ની. સ્વ. રવજી દેવકરણનાં પુત્રવધૂ. સ્વ. ખીમજી
સુંદરજી દખણનાં પુત્રી. સ્વ. કિશોર, નિકુંજ અરુણકુમાર પલણ, ઉષા મહેશકુમાર આથા, નયના
હરીશકુમાર ઠક્કર, ભાવના અરુણકુમાર તન્નાનાં માતા. કનૈયાલાલ , વિજયભાઈ માધવજી ઠક્કર
(ગંધા) નાં કાકી 27મીને શુક્રવારે રામશરણ પામ્યાં છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર,
29મીએ સાંજે 5થી 6.30. ઠે.: મહાજનવાડી, પવાણી હૉલ, 1 લે માળે મુલુંડ (પ.). લૌ. વ્ય.
બંધ છે.
દશા ખડાયતા વૈષ્ણવ વણિક
નડિયાદના ટીનુપ્રસાદ પી. શાહ (ઉં. 95) 26મીને ગુરુવારે
શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. ઈન્દુમતીનાં પતિ. નરેશ, ભાવનાના પિતા. નેહા, ગિરીશભાઈ
પરીખના સસરા. સંકેત,પૂજા, ખ્યાતિના દાદા. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે. ઠે.: સી-605,
રોયલ સમર્પણ સોસાયટી, એમ. જી. ક્રોસ રોડ નં 1, સમતા ક્રીડા ભવનની પાછળ, સાંઈનગર, કાંદિવલી
(પ.).
કપોળ
જાફરાબાદવાળા સ્વ. જયાલક્ષ્મી અમૃતલાલ
મહેતાના પુત્ર સુરેશચંદ્ર મહેતા (ઉં. 71) 24મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે પ્રફુલાબેનના
પતિ. નિકિતા, હેમાંગ, મિત્તલ, પિયુષના પિતા.
મધુબેન કનૈયાલાલ પારેખ, ઉષાબેન ગાવિંદલાલ કિકાણી, જ્યોતિબેન પ્રકાશભાઈ પારેખ,
(જયશ્રીબેન), વર્ષાબેન મહેશભાઈ મહેતાના ભાઈ. સ્વ. મંગળદાસ દામોદરદાસ દોશીના જમાઈ. પ્રાર્થનાસભા
30મીને સોમવારે 5થી 7. ઠે.: હાલાઈ લુહાણા બાલાશ્રમ હોલ, અતુલ ટાવર પાસે, મથુરાદાસ એક્સ્ટેન્શન
રોડ, કાંદીવલી (પ.).
હાલાઈ લોહાણા
ભાણવડના સ્વ.ભદ્રેશભાઈ પીતાંબર ચંદારાણાનાં
પત્ની રશ્મિબેન (લીલી) (ઉં. 65) 28મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. મોહનલાલ હરિદાસ
સામાણીનાં પુત્રી. હરેશભાઈ, નીલાબેન ઇશ્વરલાલ કુટમુટયાનાં ભાભી. વિજયભાઈ, નીતિનભાઈનાં
બેન. બન્ને પક્ષની પ્રાર્થનાસભા (બેસણું) 30મીને સોમવારે સાંજે 4થી 6. ઠે.: ભાનુશાળી
વાડી, નંદીવાલી રોડ, ડૉમ્બિવિલી (પૂ.).
વાલ્મિક કાયસ્થ
મુંબઈના કશ્યપ મોઘાભાઈ મઝમુદાર (ઉં.
83) તે હેનાના પતિ. ખંતિલ, રોહનના પિતા. તન્વી, જલ્પાના સસરા. કહાન, આરવના દાદા. અમી
જીતેન પંડયાના મામા. ગુરુવાર 26મીએ દેવલોક પામ્યા છે.
હાલાઈ લોહાણા
જૂનાગઢના સ્વ. મુક્તાબેન નરોત્તમદાસ કારિયાના
પુત્ર મધુસુદન (ઉં. 80) 28મીને શનિવારે શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. જયશ્રીબેનના પતિ.
મહેશ, મિલનના પિતા. સ્વ. ભરતભાઈ, રાજુભાઈ, હેમંતભાઈ, સ્વ. જ્યોત્સનાબેનના ભાઈ. પિયર
પક્ષે સ્વ. ચંદુલાલ પરષોત્તમ ખિલોસિયાના જમાઈ. પ્રાર્થનાસભા 30મીને સોમવારે સાંજે
4થી 6. ઠે.: સોની વાડી, એસ.વી. રોડ, શિંપોલી ક્રોસ રોડ, બોરીવલી (પ.).
કપોળ
મોટા ખુંટવડાવાળા સ્વ. લીલાવંતીબેન વ્રજલાલ
કાળીદાસ ચીતલિયાના પુત્ર પ્રવિણભાઈ (ઉં. 78). તે સ્વ. મંગળાબેન ભગવાનદાસ, સ્વ. રસીલાબેન
નાનુભાઈના ભત્રીજા. જ્યોતિબેન રમણીકલાલ દેસાઈ, જશીબેન જશવંતરાય મહેતા, સ્વ.મધુભાઈ,
નલીનભાઈના ભાઈ. સરલાબેન, મીનાબેનના દિયર. કેતન - રાધા, રશ્મિબેન મહેન્દ્રકુમાર, નયનાબેન
બિપીનકુમાર, દીપ્તિબેન હિરેનકુમાર, પારુલ પ્રકાશકુમાર, રૂપલ મનીષકુમારના મામા બુધવાર,
25મીએ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.
ઇડર સત્તાવીશ લીમ્બચીયા
ડુંગરીના શાંતાબેન લીમ્બચીયા (ઉં. 72)
23મીએ દેવલોક પામ્યાં છે. તે ગિરધરભાઈના પત્ની. રમેશ, આનંદ, સુશીલાબેન, ભાવનાબેનના
માતા. વનિતાબેન, પૂનમબેન, સ્વ. રમેશભાઈ, ચેતનકુમારના સાસુ. અક્ષય, ખુશ, વૃષ્ટીના દાદી.
જયશ્રી, પ્રાચી, મહેશ, દીપના નાની. પ્રાર્થનાસભા સોમવારે 30મીએ બપોરે 3થી 5. ઠે.:
18, પોદાર પાર્ક, ગુરુદ્વારા માર્ગ, મલાડ (પૂ.). લૌ. વ્ય. બંધ છે.
કપોળ
સાવરકુંડલાવાળા સ્વ. મહેન્દ્રભાઈ ત્રબંકલાલ
શેઠના પત્ની દિનાબેન (ઉં. 84) 27મીને શુક્રવારે શ્રીજીચરણ પામ્યા છે. તે ગૌરાંગ, સ્વ.
ફાલ્ગુની શેઠના માતા. રીમાબેનના સાસુ. સ્વ. ગુલાબબેન પ્રભુદાસ વળિયાના દીકરી. કનુભાઈ,
સ્વ. હસમુખભાઈ, કિશોરભાઈ, કિરીટભાઈના ભાભી. પ્રાર્થનાસભા તેમ જ લૌ. વ્ય. બંધ છે.