• મંગળવાર, 31 માર્ચ, 2026

જૈન મરણ

કવીઓ જૈન

કોટડી મહાદેવપુરીના બા.બ્ર. મણીલાલ નાગડા (ઉં. 72) 26મીએ અરિહંતશરણ પામ્યા છે. તે લક્ષ્મીબેન ભાણજી નથુના પૌત્ર. કેસરબેન શામજીના પુત્ર. રાજબાઈ વેલજી પાલણના દોહીત્ર.  મંજુલા-ધનવંતી, લક્ષ્મીબેન, પુષ્પાબેન, જગદીશ, જયંતી, વાસંતીબેનના ભાઈ. ચક્ષુદાન કર્યું છે. પ્રાર્થના રાખી નથી. ઠે.: વાસંતી પરેશ સાવલા, એ-203, શિવ ઓમ શક્તિ સોસાયટી, શિવમંદર રોડ, ડોંબીવલી (પૂ.).

 

ડુમરાના અ.સૌ. નવલબેન લહેરચંદ શાહનંદ (ઉં. 70) 26મીએ અવસાન પામ્યાં છે. તે પાનબાઈ વેરશીના પુત્રવધૂ. અશ્વિન, વિરલના માતા. કેસરબેન ખીમજી ભાણજીના પુત્રી. વિમળા શાંતિલાલ કારાણી, મંજુલા અરાવિંદ દેઢીયા, ઉષા હસમુખ ગડા, કલ્પના મોહન ગડા, ચંદન તારાચંદ નાગડા, વંદના લક્ષ્મીકાંત કારાણીના બેન. પ્રાર્થના રાખી નથી. નિ.: લહેરચંદ શાહનંદ, શિવાલય બી-205, સી.એસ. રોડ, નંબર -2, દહીસર (પૂ.).

 

દેવપુરના રમીલાબેન નિસર (ઉં. 7પ) 25મીએ અવસાન પામ્યાં છે. તે મમીબાઈ ભાણજીના પુત્રવધૂ. સ્વ. કાંતિલાલના પત્ની. મનિષ, દિપેન, મીનલ, પ્રિતીના માતા. કેસરબેન લીલાધર મારૂના પુત્રી. હેમત, શૈલેષ, પ્રેમીલા, રક્ષા (સીતા)ના બેન. પ્રા.: શ્રી વ. સ્થા. જૈન શ્રાવક સંઘ, સંચાલિત શ્રી કરસન લધુ નિસર હોલ, દાદર (પ.). 4થી 5.30.

 

નરેડીના દેવકાબેન નાગડા (ઉં. 86) 26મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે રાણબાઈ મુરજીના પુત્રવધૂ. ખેતબાઈ નેણશીના પુત્રી. મણશીના પત્ની. નિર્મળા, કલ્પના, મીના, જયશ્રીના માતા. ખીમજી, રવજી, નાગશી, જેતબાઈ ભુલા, ભચીબાઈ કુંવરજી, તેજબાઈ શામજીના ભત્રીજી. પ્રાર્થના રાખી નથી. નિ.: રાજેન્દ્ર ગાલા : અ/301, નિધી રેસીડેન્સી, એચએમપી સ્કુલની બાજુમાં, દહાણું (પ.).

 

મોટા લાયજાના આશિષ કુરીયા (શાહ) (ઉં. 54) 26મીએ અવસાન પામ્યા છે. તે મણીબેન મણીલાલ ડુંગરશીના પૌત્ર. શાંતા ભોગીલાલના પુત્ર. જીગ્ના તેજસ કારાણીના ભાઈ. લક્ષ્મીબેન માવજી, જવેરબેન નાનજી ગાલાના દોહિત્ર. પ્રાર્થના: 29મીએ ટા. 4થી 5.30. ઠે.: જીવરાજ ભાણજી હોલ, મુલુંડ (પ.).

 

દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન

દામનગરના રંજનબેન (ઉં. 85). તે પ્રવિણચંદ્ર દામોરદાસ અજમેરાનાં પત્ની 27મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે સંજયભાઈ, સેજલબેનનાં માતા. પૂનમબેન, મિલનભાઈનાં સાસુ.  છગનભાઈ, વિનુભાઈ, કિશોરભાઈ, ચંદ્રકાન્તભાઈ, સુરેશભાઈ, પ્રફુલભાઈ, વિમળાબેન, જયશ્રીબેન, ઇન્દુબેન, વીણાબેનના ભાભી. મોહનલાલ દુર્લભદાસ દોશીનાં પુત્રી. લૌ. વ્ય. તથા પ્રાર્થનાસભા બંધ છે.

 

દશા શ્રીમાળી સ્થા. જૈન

વાંકિયાના સ્વ. સમજુબેન ફુલચંદ ઘેલાણીના પુત્ર પ્રફુલ્લ (ઉં. 70) 27મીએ અવસાન પામ્યા છે. તે મિતાબેનના પતિ. સ્વ. ચીમનભાઈ, સ્વ. રમણીકભાઈ, સ્વ. કિર્તીભાઈ, સ્વ. ચંપકભાઈ, સ્વ. અરાવિંદભાઈ, સ્વ. પ્રમોદભાઈ, સ્વ. શારદાબેનના ભાઈ. સ્વ. મધુબેન હસમુખભાઈ દલાલના જમાઈ. નૈના, હિના, સ્વ. કેતનના બનેવી. પ્રાર્થના 30મીએ સવારે 10થી 12. ઠે.: મહાવીર બેન્કેટ હૉલ, પિત્ઝા હાઉસની સામે, મહાવીરનગર, કાંદિવલી (પ.).

 

મચ્છુકાંઠા વીસાશ્રીમાળી જૈન

વાંકાનેરના જયાબેન વાડીલાલ કરશનજી શાહના પુત્ર કીર્તિકુમાર (ઉં. 75). તે હર્ષાબેનના પતિ. મલ્લિકા-મુકેશકુમાર, જલ્પા-જયમીતકુમારના પિતા. પ્રવીણભાઈ, ગુણવંતભાઈ, અનુભાઈ, લલિતભાઈ, કનકભાઈ, ભાનુબેન-નવીનચંદ્ર, લતાબેન-ચંદુલાલના ભાઈ. શ્વસુર પક્ષે નગીનદાસ મોહનલાલ મહેતાના જમાઈ શનિવાર, 28મીએ અરિહંતશરણ પામ્યા છે. લૌ. વ્ય તથા પ્રાર્થનાસભા બંધ છે.

 

દશા શ્રીમાળી સ્થા. જૈન

ખાંભાના સ્વ. વચ્છરાજ વલ્લભજી દોશીના પુત્ર મનસુખભાઈ (ઉં. 90) તે સ્વ. મંજુલાબેનના પતિ. બકુલ, યોગેશ, હીના શૈલેષભાઈ સંઘવી, પારૂલ જયેશભાઈ શાહના પિતા. સ્વ. લલિતભાઈ, કનૈયાલાલભાઈ, ભુપતભાઈ, જીતુભાઈ, સ્વ. લલીતાબેન, મંજુલાબેન, સ્વ. શારદાબેન, ગુણવંતીબેનના ભાઈ. સ્વ. ગીરધરલાલ તારાચંદ માટલીયાના જમાઈ. 27મીને શુક્રવારે અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 2જીને ગુરુવારે. ઠે.: 24બી, રાય સ્ટ્રીટ, એસ. વી. સોશિયલ વેલફેર ફાઉન્ડેશન, કોલકાતા. ચક્ષુદાન કર્યું છે.

 

47 જ્ઞાતિ દશા શ્રીમાળી જૈન

દેલોલીના સ્વ. હીરાબેન મફતલાલ શાહના પુત્ર નટવરલાલ (ઉં. 96). તે વીરબાળાબેનના પતિ. રાજેશ, સંદીપ, સોનલના પિતા. નયનાબેન, બીનાબેન, મનીષકુમારના સસરા. પિયર પક્ષે સમરતબેન લીલાચંદ શાહના જમાઈ. 26મીએ અરિહંતશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.

 

સુરત વીસા ઓસવાલ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક

શાંતિચંદ ઝવેરી (ઉં. 84) શુક્રવાર, 27મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ.મંજુલાબેન અને માણેકચંદ ડાહ્યાભાઈ ઝવેરીના પુત્ર. સ્વ. વીણાબેનના પતિ. સ્વ. લક્ષ્મીચંદ બાપુભાઈ સરકારના જમાઈ. સંજીવ, સપનાના પિતા. સ્વ. જયાબેન- ચંદ્રસેનભાઈ, ચંદ્રાબેન- હસ્તીપાલભાઈ, સ્વ. રાજુલબેન- નરેન્દ્રભાઈ તાસવાલા, સ્વ. હસ્તીબેન- વીરેન્દ્રભાઈ, સ્વ. તરુણિકાબેન-અનિલભાઈના ભાઈ. પ્રાર્થનાસભા 29 મીને રવિવારે બપોરે 3થી 5. ઠે.: કે.સી. કૉલેજ, દિનશા વાચ્છા રોડ, ચર્ચગેટ.

 

ઝા. દશા શ્રીમાળી સ્થા. જૈન

ગૌતમગઢના સ્વ. વિમળાબેન હિંમતલાલ વોરાના પુત્ર મહેન્દ્રભાઈ (ઉં. 76). તે શીતલબેનના પતિ. દીપેશ, નીષ્માના પિતા. જયસુખભાઈ, જીતેન્દ્રભાઈ, સરોજબેનના ભાઈ. સ્વ. વ્રજલાલ ત્રિભોવનદાસ મોદીના જમાઈ 27મીએ અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

ઘોઘારી વીસાશ્રીમાળી જૈન

ઘેટીના અ.સૌ. બીના ધિરેન મહેતા (ઉં. 61). તે ફીલનાં માતા. રસીલાબેન વિનોદરાય મહેતાનાં પુત્રવધૂ. હંસાબેન ધનવંતરાય વોરાનાં દીકરી 28મીએ આરિંહતાધિન થયા છે. લૌ. વ્ય. બંધ છે.