• રવિવાર, 08 માર્ચ, 2026

હિન્દુ મરણ

કચ્છી બ્રહ્મક્ષત્રિય  

પત્રીના ગાંગજી વીંછી (ઉં. 73) તે જયવંતીબેનના પતિ. સ્વ. ભાનુમતી લક્ષ્મીદાસ વીંછીના પુત્ર. સ્વ. તારાવંતી તુલસીદાસ લીયાના જમાઈ. કરણના પિતા. સ્વ. વૃજલાલ, સુંદરજી, સ્વ. હરીલાલ, મોહનલાલ, સ્વ. હંસરાજ, જ્યોતિબેન જમનાદાસ છાટબારના ભાઈ. 5મીએ ગુરુવારે રામશરણ પામ્યા છે. લૌ. વ્ય. તથા દશાવ પ્રથા બંધ છે.

 

કપોળ   

મહુવાવાળા સ્વ. હસમુખરાય મણિલાલ શેઠના પત્ની દેવયાનીબેન (ચંપાબેન). તે સંગીતાબેન ભરત કાણકિયા, સ્વ. ભારતી (ભાવિ), ભાવના સંજય દલાલ, જીજ્ઞા બીરેન પારેખ, રૂપલ ધીરેન વળીયાના માતા. પિયરપક્ષે સ્વ. નાગરદાસ માધવજી વોરાના દીકરી. 6ઠ્ઠીએ શ્રીજીશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 8મીએ 4થી 6. ઠે.: દૈવી ઇન્ટરનીટી બેન્કવેટ હોલ, એમકે ભાટિયા હાઇસ્કૂલ સામે, સાઇબાબા નગર, બોરીવલી (પ.). લૌ. વ્ય. બંધ છે.  

 

હાલાઈ લોહાણા 

બોળીના જમનાદાસ વિઠ્ઠલદાસ સોઢા (ઉં. 92) તે સ્વ. કનકબેનના પતિ. મનોજ, નીલેશ, દીપ્તિ મહેન્દ્ર કોટેચા, ઇલા પ્રભુદાસ સવજાણીના પિતા.  લતા, ઇલાક્ષીના સસરા. સ્વ. મકનજી, સ્વ. મથુરાદાસ, સ્વ. મોહનલાલ, સ્વ. અમ્રુતલાલ, સ્વ. ગોપાલદાસ, સ્વ. દામોદર, સ્વ. કસ્તૂરબેન કરસનદાસ ઠક્કર, સ્વ. શાન્તાબેન જયંતીલાલ ઘેવરિયા, સ્વ. વિજયાબેન ગોરધનદાસ રાયઠઠા, સ્વ. ઊજમબેન રૂઘનાથ સેજપાલના ભાઈ. ઘનશ્યામભાઈ, સ્વ. ભરતભાઈ, જીતુભાઈ, અશ્વીનભાઈ કાનજી કાનાબાર, સ્વ. અનસૂયાબેન કાન્તીલાલ રાયઠઠા, સ્વ. દમયંતીબેન લીલાધર વિઠલાણી, ગં.સ્વ. નિર્મળાબેન શશિકાંત સત્યદેવના બનેવી. બન્ને પક્ષની પ્રાર્થના સભા 9મીએ સોમવારે સાંજે 4થી 6. ઠે.: શ્રી અંબાજી મંદીર, દેવીશા રોડ, પાંચબત્તીની પાસે, પાલઘર (પ.). લૌ પ્રથા બંધ છે.

 

કપોળ

અમરેલીવાળા સ્વ. ત્રિભોવનદાસ બાલુભાઈ મોદીનાં પત્ની ગં. સ્વ. અનસુયાબેન (ઉં. 90) 6ઠ્ઠીને શુક્રવારે  શ્રીજીચરણ પામ્યાં છે. તે હેમેદ્ર - ઉર્વશી, વિજય - સ્વ. કરૂણા, રૂચિક - ઉર્મિ (ઉમા)નાં માતા. સ્વ. હરકિશનદાસ - સ્વ. હંસાબેન, સ્વ. હરેશભાઈ - માધુરીબેન, સ્વ. તારાબેન, સ્વ. મંજુબેન, સ્વ. નીમુબેન, સ્વ. દમયંતીબેન, ગં. સ્વ. પુષ્પાબેનનાં ભાભી. પિયર પક્ષે સ્વ. મગનલાલ જમનાદાસ પારેખનાં દીકરી. સ્વ. કનૈયાલાલ, જીતેન્દ્રભાઈ, જસવંતરાય, સ્વ. પ્રવીણભાઈ, ગં. સ્વ. કાંતાબેન, ગં. સ્વ. જયાબેન, જ્યોત્સ્નાબેન, ગં. સ્વ. ભાવનાબેન, રેખાબેનનાં બેન. સર્વે પક્ષની પ્રાથનાસભા તા. 8મીના રવિવારે સાંજે 5 થી 7. ઠે.: રવજી જીવરાજ ચાંદડાઈવાલા (જ.ગ.ઉ.ઝ.) હૉલ, રફી અહેમદ કિડવાઈ રોડ, માંટુગા.

 

દશા શ્રીમાળી

દહાણુના સ્વ. જમનાદાસ મૂળજી ભગતનાં દીકરી ગ. સ્વ. ભારતી ગુણવંતભાઈ પારેખ. તે ભાવિન, અર્ચના, અનિશા, અલ્પાનાં માતા. નીલમ, હિતેશ, કેતન, હેમાંશુનાં સાસુ. નગીનભાઈ, ચંદુભાઈ, કનુભાઈ, જ્યોતિબેન, ઉષાબેનનાં બહેન તા. 5 ચમીના શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાથનાસભા 8મીએ શ્રી દશા શ્રીમાળી વાડી 3/5માં રાખેલ છે. 

 

કચ્છી લોહાણા

કચ્છ મોટા ભાડીયાવાળા સ્વ. બેચરદાસ વેલજી રાયચનાનાં પત્ની ગં.સ્વ. ઝવેરબેન (ઉં. 84) 6ઠ્ઠીએ રામશરણ પામ્યા છે. તે સ્વ. રવજી ગોવિંદજી જોબનપુત્રાનાં પુત્રી. સ્વ. દિનેશ લતાબેન જયસિંહ પાંધી, મીનાબેન કિરીટ ગડા, ગં.સ્વ. દમયંતીબેન દિલીપ ઠક્કરનાં માતા. ગં.સ્વ. રંજનબેન દિનેશ રાયચનાના સાસુ. સ્વ. માધવજી વેલજી રાયચના, સ્વ. કેશવજી વેલજી રાયચના, સ્વ. લીલાધર વેલજી રાયચના, સ્વ. જાધવજી વેલજી રાયચના, સ્વ. મોહનલાલ વેલજી રાયચના, સ્વ. ચંચલબેન કાનજી સોમેશ્વર, સ્વ. સાકરબેન તુલસીદાસ સેજપાલના ભાભી. બંને પક્ષની પ્રાર્થનાસભા 8મીને રવિવારે સાંજે 5.30થી 7. ઠે.: શ્રી બ્રહ્માંડેશ્વર ભક્ત મંડળ હૉલ, જવાહરલાલ નેહરુ રોડ, આર્ય સમાજ હૉલની પાછળ, મુલુંડ (પ.).

 

ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ

સરતાનપરના વસંતબેન (ઉં. 90) તે સ્વ. મનહરલાલ (બટુકભાઈ) અજમેરાના પત્ની. પંકજ, રાજુ, જયેશ, હીનાબેન સતીશભાઈ સરવૈયાનાં માતા. સ્વ. તારાબેન નંદલાલ મહેતા, સ્વ. પરમાનંદભાઈનાં ભાઈ. સ્વ. કિશોરભાઈ, રમેશભાઈ અજમેરાનાં ભાભી. સ્વ. નાગરદાસ મથુરદાસ મહેતાનાં પુત્રી. 6ઠ્ઠીએ શ્રીજીચરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.

 

લુહાર સુતાર 

કાન્તાબેન પીઠવા (ઉં. 86). તે સ્વ. દ્વારકાદાસ ચકુભાઈ પીઠવાનાં પત્ની. રશ્મિબેન, વિજયભાઈ, ગીતાબેનનાં માતા. અશ્વિનભાઈ, રૂપાબેન, કલ્પેશભાઈનાં સાસુ 5મીને ગુરુવારે શ્રીજીચરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.

 

નવસારી વીસા લાડ વણિક

બોરીવલીના સ્વ.પરસોતમદાસ ઠાકોરલાલ કાપડિયાનાં પત્ની ઉષાબેન. તે વંસતલાલ રણછોડદાસ પરીખનાં બહેન. રાજેન, મુનિષ, પ્રજ્ઞેશનાં માતા. દિપ્તી, પ્રીતિ, પ્રજ્ઞાનાં સાસુ. નયન, હેમાલી, હર્ષદાનાં દાદી 5મીએ શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

ઝાલોદ દશા નીમા વણિક 

ઝાલોદના શોધન ઘનશ્યામભાઈ દેસાઈ (ઉં. 66). તે ગં.સ્વ. લીલાબેન ઘનશ્યામ દેસાઈના પુત્ર. રીટાબેનના પતિ. પ્રતિકના પિતા. હિરલના સસરા. અચલાબેનના દિયર બુધવાર 5મીએ શ્રીજી ચરણ પામ્યા છે.