• રવિવાર, 29 જાન્યુઆરી, 2023
રાહુલ અને આથિયાનો લગ્ન સમારોહ શરૂ  
|

શનિવારે યોજાઈ કોકટેલ પાર્ટી : આજે મહેંદી અને હલ્દી કાર્યક્રમ 

નવી દિલ્હી, તા. 21: ભારતીય ટીમના વિકેટકીપર કે એલ રાહુલ ટૂંક સમયમાં લગ્નનાં તાંતણે બંધાવા જઈ રહ્યો છે. તે પોતાની ગર્લફ્રેન્ડ અને બોલીવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટી સાથે લગ્ન કરશે. આ લગ્ન સમારોહની શરૂઆત 21મી જાન્યુઆરીથી થઈ ચૂકી છે. ત્રણ દિવસ સુધી ચાલનારા સમારોહ હેઠળ કોકટેલ પાર્ટી, મહેંદી વગેરે પ્રોગ્રામ યોજવામાં આવશે. ત્યારબાદ 23મી જાન્યુઆરીના રોજ લગ્ન થવાના અહેવાલ સામે આવ્યા છે. આ વિવાહ નજીકના સંબંધીઓ અને મિત્રો વચ્ચે જ યોજવામાં આવશે. આથિયા શેટ્ટીના પિતા બોલીવૂડના દિગ્ગજ કલાકાર સુનિલ શેટ્ટી છે. સુનિલ શેટ્ટી અને કે એલ રાહુલના પરિવાર તરફથી લગ્નની તમામ તૈયારી કરી લેવામાં આવી છે. બન્નેના લગ્ન સમારોહને ખૂબ જ સિક્રેટ રાખવામાં આવ્યો છે. લગ્ન સુનિલ શેટ્ટીના ખંડાલામાં આવેલા બંગલામાં થશે. એક રિપોર્ટ અનુસાર લગ્ન પહેલાના તમામ કાર્યક્રમોની શરૂઆત શનિવારથી થઈ ચૂકી છે. શનિવારે સાંજે કોકટેલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રવિવારે મહેંદી અને હલ્દી કાર્યક્રમ યોજવામાં આવશે. આ દરમિયાન પરિવારના નજીકના સંબંધીઓ હાજર રહેવાના છે. બાદમાં સોમવારે 23મી જાન્યુઆરીનો દિવસ આથિયા અને રાહુલ માટે ખૂબ જ ખાસ રહેવાનો છે, કારણ કે આ દિવસે બન્ને સાત ફેરા લેશે. લગ્નમાં માત્ર નજીકના વર્તુળના લોકો હાજર રહેશે. બાદમાં કે એલ રાહુલ અને સુનિલ શેટ્ટી બાકીના મિત્રો અને સંબંધીઓ માટે બે મોટા વેડિંગ રિસેપ્શનનું આયોજન કરશે. જેમાં ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડીઓ, બોલીવૂડ કલાકારો, રાજનેતાઓ અને બિઝનેસમેનને બોલાવવામાં આવશે.