• શુક્રવાર, 19 એપ્રિલ, 2024

700 લાખ મેટ્રિક ટન અનાજના સંગ્રહ માટે હજારો ગોદામો બનાવાશે : મોદી  

વિશ્વની સૌથી મોટી અનાજ ભંડારણ યોજનાની જાહેરાત કરતા વડા પ્રધાન

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા. 24 :  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વની સૌથી મોટી અનાજ ભંડારણ યોજનાની જાહેરાત કરી છે. પાંચ વર્ષમાં દેશમાં 700 લાખ મેટ્રિક ટન અનાજનો સંગ્રહ કરી શકાય એવાં હજારો ગોડાઉનનું નિર્માણ કરવામાં આવશે. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જણાવ્યું કે વિશ્વની સૌથી મોટી અનાજ ભંડારણ યોજના હેઠળ આગામી પાંચ વર્ષમાં સંપૂર્ણ દેશમાં 700 લાખ મેટ્રિક ટન અનાજનો સંગ્રહ કરી શકાય એવી સુવિધાઓનું નિર્માણ કરવામાં આવશે. માટે માળખાકીય સુવિધાઓ ઊભી કરવા આગામી વર્ષોમાં એક લાખ પચીસ હજાર કરોડ રૂપિયા કરતાં વધુનો ખર્ચ થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં સહકારી ક્ષેત્ર માટે ઘણાં મહત્ત્વના પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને શિલાન્યાસ ર્ક્યા. પ્રસંગે વડા પ્રધાને નાના ખેડૂતોના ઉત્કર્ષ માટે દેશમાં 18,000 પ્રાઈમરી એગ્રીકલ્ચરલ ક્રેડિટ સોસાયટીઓ (પીએસીએસ)ના કૉમ્પ્યુટરાઈઝેશન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ર્ક્યું. તેમણે સહકારી ક્ષેત્રમાં વિશ્વની સૌથી મોટી અનાજ ભંડારણ યોજનાના પ્રાયોગિક પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન ર્ક્યું જે 11 રાજ્યોની 11 પીએસીએસમાં સાકાર કરવામાં આવી રહી છે. તેમણે ગોડાઉન અને અન્ય કૃષિ માળખાકીય સુવિધાઓના નિર્માણ માટે દેશમાં વધારાની 500 પીએસીએસનો શિલાન્યાસ પણ ર્ક્યો. પ્રકલ્પનો હેતુ પીએસીએસ ગોડાઉનોને ખાદ્યાન્ન પુરવઠા શૃંખલા સાથે જોડીને ખાદ્ય સુરક્ષાને મજબૂત કરવાનો છે.

રાષ્ટ્રના વિકાસમાં સહકારી ક્ષેત્રના મહત્ત્વ પર પ્રકાશ નાખતાં તેમણે કહ્યું કે સહકારી ક્ષેત્ર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં, ખાદ્યતેલ અને કઠોળની આયાત ઘટાડવામાં તથા ઈથેનોલનાં ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. તેમણે કહ્યું કે સરકારે દેશમાં સહકારી ક્ષેત્રના વિકાસ માટે અનેક પહેલ કરી છે. સરકારે બે લાખ કરતાં વધુ સહકારી સમિતિ બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. સહકારી ક્ષેત્રમાં અમુલ અને લિજ્જત પાપડની ભૂમિકાની પ્રશંસા કરતાં તેમણે કહ્યું કે સહકારી ક્ષેત્રમાં મહિલાઓને પ્રાથમિકતા આપીને તેમની ભાગીદારી સુનિશ્રિત કરવામાં આવી છે. 

સહકારી વિભાગના પ્રધાન અમિત શાહે પ્રસંગે કહ્યું કે દેશમાં સહકારી ક્ષેત્રને મજબૂત કરવા માટે સરકારે અનેક મહત્ત્વનાં પગલાં લીધાં છે. 18,000 પીએસીએસના કૉમ્પ્યુટરાઈઝેશનથી કૃષિ ક્ષેત્રને આધુનિક બનાવવામાં મદદ મળશે. પીએસીએસના વિસ્તારિત નેટવર્કની મદદથી 2027 સુધીમાં ભારત 100 ટકા અનાજ ભંડારણનું લક્ષ્ય પ્રાપ્ત કરી લેશે. 

રાજકીય પ્રવાહો
No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.