• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

ચરણાસિંહને ભારતરત્નની ચર્ચામાં કૉંગ્રેસનો હોબાળો  

ખડગેની ટિપ્પણીથી સભાપતિ ધનખડ નારાજ 

નવી દિલ્હી, તા.10: સંસદમાં ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવા પર ચર્ચા ચાલી રહી હતી ત્યારે કોંગ્રેસના નેતાઓએ હોબાળો મચાવ્યો હતો. દરમિયાન રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ ગુસ્સે થઈ ગયા હતા અને વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસ નેતાઓને ચેતવણી આપી હતી. 

વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગેએ તેમનાં ભાષણમાં ભારત રત્ન પુરસ્કાર મેળવનારાઓ માટે ` બધા લોકો' જેવા શબ્દનો ઉપયોગ કર્યો હતો. આના પર કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે વાંધો ઉઠાવતા કહ્યું કે, `મલ્લિકાર્જુન ખડગેએ ચૌધરી ચરણ સિંહનું અપમાન કરવા બદલ દેશની માફી માગવી જોઈએ.' 

મામલે સભાપતિ જગદીપ ધનખડે પણ નારાજગી વ્યક્ત કરી અને મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસના અન્ય નેતાઓને કહ્યું, `તમે ચૌધરી ચરણ સિંહનું અપમાન કર્યું છે. તમારી પાસે ભારતરત્ન ચૌધરી ચરણ સિંહ માટે સમય નહોતો. આમ કરીને તમે દેશના દરેક ખેડૂતને નુકસાન પહોંચાડી રહ્યા છો. ચૌધરી ચરણ સિંહના મુદ્દે ગૃહની અંદર આવું વાતાવરણ... આપણું માથું શરમથી ઝૂકી જાય. હું પોતે ખૂબ દુ:ખી છું. આવી ભાષાનો ઉપયોગ કરશો નહીં. હું ચૌધરી ચરણાસિંહનું અપમાન સહન નહીં કરું.