• રવિવાર, 19 મે, 2024

મરાઠવાડાના વિકાસ માટે રૂા. 45,000 કરોડનું પૅકેજ આપવાની મુખ્ય પ્રધાનની ઘોષણા  

છત્રપતિ સંભાજીનગર, તા. 16 (પીટીઆઈ): મહારાષ્ટ્રના મરાઠવાડા માટે 45,000 કરોડ રૂપિયાની પૅકેજની જાહેરાત રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કરી છે. ઉપરાંત, શિંદેએ આજે 14,000 કરોડ રૂપિયાના સિંચાઈ પ્રકલ્પો માટે સુધારિત વહીવટી મંજૂરી આપવાની ઘોષણા પણ કરી છે.

મરાઠવાડા મુક્તિ દિનની 75મી વર્ષગાંઠની પૂર્વસંધ્યાએ મહારાષ્ટ્ર સરકાર દ્વારા આજે શહેરમાં કૅબિનેટની બેઠક યોજવામાં આવી હતી. મરાઠવાડા અગાઉ નિઝામના શાસન હેઠળના હૈદરાબાદ રજવાડાનો હિસ્સો હતો અને મરાઠવાડા મુક્તિ સંગ્રામદિન દર વર્ષે 17મી સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. મહારાષ્ટ્રના મરાઠવાડા રિજનમાં છત્રપતિ સંભાજીનગર (અગાઉનું ઔરંગાબાદ), ધારાશિવ (અગાઉનું ઉસ્માનાબાદ), જાલના, બીડ, લાતુર, નાંદેડ, હિંગોલી અને પરભણીનો સમાવેશ થાય છે.

નાયબ મુખ્ય પ્રધાનો - દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારની સાથે પત્રકાર પરિષદને સંબોધતાં મુખ્ય પ્રધાન શિંદેએ જણાવ્યું હતું કે, મરાઠવાડાના વિકાસ માટે રૂા. 45,000 કરોડનું પૅકેજ તેમ વિસ્તારના સિંચાઈ પ્રકલ્પો માટે રૂા. 14,000 કરોડની સુધારિત મંજૂરી આપવામાં આવી છે. તેના કારણે વિસ્તારની આઠ લાખ હેક્ટર જમીનને સિંચાઈ હેઠળ લાવી શકશે, એમ શિંદેએ ઉમેર્યું હતું.

વિપક્ષો અઢી વર્ષ સત્તા ઉપર હતા ત્યારે તેમણે મરાઠવાડા માટે શું કર્યું? : ફડણવીસ

મહારાષ્ટ્રના વિપક્ષો કૉંગ્રેસ અને શિવસેના (ઠાકરે<