મુંબઈ, તા. 16 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રાજ્યના યુવાનોમાં કૌશલ્ય વિકાસ અંગે જાગૃતિ આવે તે હેતુથી રાજ્યની 418 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (આઈટીઆઈ) દ્વારા `પીએમ સ્કિલ રન'નું આયોજન કરવામાં આવશે. 17 સપ્ટેમ્બર સવારે 7થી 8 દરમિયાન આ પ્રવૃતિ થશે. આ ઉપરાંત, નાગપુર ડિવિઝનમાં રોજગારીની તકો વધારવા માટે `ઇન્ડસ્ટ્રી મીટ' અને `કૌશલ્ય કેન્દ્ર એટ યોર ડોરસ્ટેપ' કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
પીએમ સ્કિલ રન એ આઈટીઆઈમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટેની એક પ્રવૃત્તિ છે અને કૌશલ્ય, રોજગાર, ઉદ્યોગ સાહસિકતા અને ઈનોવેશન વિભાગના મંત્રી મંગલપ્રભાત લોઢાએ વધુમાં વધુ વિદ્યાર્થીઓને તેમાં ભાગ લેવા અપીલ કરી છે. આ કાર્યક્રમમાં પાંચ લાખ યુવક-યુવતીઓ ભાગ લેશે અને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતાઓને પ્રમાણપત્ર આપવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે નજીકની ઈંઝઈં નો સંપર્ક કરી શકાય છે. તે જ સમયે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે મહારાષ્ટ્ર સ્ટેટ સ્કિલ ડેવલપમેન્ટ સોસાયટી હેઠળ નાગપુરમાં ઉદ્યોગ મીટ પણ યોજાશે.
ઓપન સ્પેસ એડોપ્શન પૉલિસી માટે યોજાઈ બેઠક
મુંબઈમાં મહાનગરપાલિકાનાં કબજા હેઠળની ખુલ્લી જગ્યાઓનો જનહિત માટે યોગ્ય ઉપયોગ કરવા માટે તૈયાર થયેલા ઓપન શેર કરો -