કચ્છી લોહાણા
કચ્છ-દેશલપરના સ્વ. સુંદરબેન પરષોત્તમ
આથાના પુત્ર સ્વ. મંગલદાસના પત્ની ગં.સ્વ. જયવંતિબેન (શાન્તાબેન) (ઉં. 87) 29મીએઁ રામશરણ
પામ્યા છે. તે હિંમત, મધુ, મહેશ, દિપક, રાજેશ, કલ્પના વિનોદ પોપટના માતા. ગં.સ્વ. શોભનાબેન
નરોત્તમ, ગં.સ્વ. જયશ્રીબેન ઉમરશી, સ્વ. લીલાવંતી, સ્વ. ચંદુબેનના ભાભી. નિશા, નયના,
સ્વ. દિના, હિનાક્ષીના સાસુ. સ્વ. મોંઘીબેન જેઠમલ દામજી ચોથાણીના પુત્રી. બંને પક્ષીની
પ્રાર્થનાસભા 1લીએ સાંજે 5થી 7. ઠે.: કાલીદાસ મેરેજ હૉલ, પી. કે. રોડ, મુલુંડ (પ.).
લૌ. વ્ય. બંધ છે.
કંડોળિયા બ્રાહ્મણ
દિવવાળા ચંદ્રિકાબેન અશોકભાઈ વ્યાસ (ઉં.
71) શનિવાર 31મીએ કૈલાસવાસ પામ્યાં છે. તે અશોકભાઈનાં પત્ની. દિપાલી હાર્દિક અધ્વર્યુ,
સ્વ. ઝંખનાબેનનાં માતા. જસવંતીબેન અરાવિંદભાઈ જોશી, હંસાબેન યોગેશભાઈ અધ્યારૂ, વિણાબેન
કિરણભાઈ ભટ્ટનાં ભાભી. પિયર પક્ષે જાફરાબાદવાળા સ્વ. ભાનુશંકર કેશવજી ભટ્ટના દિકરી.
યોગેશભાઈ, નયનભાઈ, ભાવનાબેન પ્રકાશભાઈ વ્યાસ, જ્યોતીબેન જયેશભાઈ પંડયાના બેન. લૌ. વ્ય.
બંધ છે.
કોળી પટેલ
ગામ કોથાના સ્વ. પરસોત્તમ હરીલાલ પટેલના
પત્ની ગં.સ્વ. સવિતાબેન (ઉં. 90) ગુરુવાર, 29મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. દિનેશ,
મુકેશ, અશોક, જયોત્સના ઉર્ફે ગીતાનાં માતા. અનુસુયા, શિલ્પા, જાગૃતિ, જયંતીભાઈનાં સાસુ.
જિગ્નેશ, દેવ, ઉષા, દિશા, નિશાનાં દાદી. બન્ને પક્ષનું બેસણું સોમવાર, બીજીએ બપોરના
2થી 5 તેમ જ પુચ્છપાણી (બારમું) સોમવાર, 9મીએ 2થી 4. ઠે.: 2/12, મોતીલાલ નગર નંબર-01,
બેસ્ટ નગરની સામે, ગોરેગામ (પ.). લૌ. રિવાજ બંધ છે.
પરજિયા સોની
ચાવંડના અરાવિંદભાઈ શામજીભાઈ થડેશ્વર
(સોની) (ઉં. 78) 30મીએ શ્રીજીશરણ પામ્યા છે. તે હંસાબેનના પતિ. સચિન, અમીબેનના પિતા.
શીતલના સસરા. સારંગના દાદા. સ્વ. બાબુભાઇ મોતીભાઈ સતીકુંવરના જમાઈ. પ્રાર્થનાસભા 2જીએ
4.30થી 6. ઠે.: સોનીવાડી, શીમ્પોલી સિગ્નલ, બોરીવલી (પ.).
હાલાઈ લોહાણા
બળેજનિવાસી પ્રવીણ (ઉં. 70). તે સ્વ. મણીબેન
વલ્લભદાસ ગોવીન્દજી કોટેચાના પુત્ર. સ્વ. રશ્મીન, લલીત, ગીતા શરદકુમાર રૂઘાણી, મુકેશના
ભાઈ. ગં.સ્વ. સુધા, નીતા, સંધ્યાના જેઠ. અર્જુન, રીધ્ધી, કૃષ્ણા-પુજા, વૈભવના મોટા
કાકા 31મીએ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થના સભા રાખવામાં આવી નથી. લૌ. વ્ય. બંધ છે.
ગણદેવી લાડ વાણિક
જીતુભાઈ કાપડિયા (ઉં. 73). તે ચંપકલાલ
ભૂખણદાસ કાપડિયા તથા માલતીબેનના પુત્ર. અલકાબેનના પતિ. કેયુર, મિતાલી પ્રણવ મોદીના
પિતા. ભારતીબેનના સસરા. ઉર્વશી પ્રદીપ નિમકસરી, સ્વ. રીટા રમાકાંત ભગત, ડોલર પ્રદીપ
શાહ, કેતકી ભરત મર્ચન્ટ, બીના પ્રદીપ પારેખના ભાઈ શુક્રવાર 30મીએ શ્રીજીચરણ પામ્યા
છે.
બાલાસિનોર દશાનીમા વણિક
પરેશ પરીખ (દુધવાળા) (ઉં. 67) 29મીએ શ્રીજીચરણ
પામ્યા છે. તે પ્રેરણાબેનના પતિ. સ્વ. રસીકભાઈ અને સ્વ. કુસુમબેનના પુત્ર. અંકિતના
પિતા. સ્વ. શ્રીકાંતભાઈ, ગં.સ્વ. સ્નેહલતાબેનના જમાઈ. રેણુકા, રાગીનીના ભાઈ. પ્રાર્થનાસભા
2જીને સોમવારે સાંજે 5થી 7. ઠે.: બેવેસ્ટી હૉલ, ધરમ પેલેસની પાસે, પાટીદાર સમાજની સામે,
મુંબઈ.
કચ્છી લોહાણા
મથલના મનસુખલાલ પલણ (ઉં. 86) 29મીએ રામશરણ
પામ્યા છે. તે સ્વ. પ્રેમાબેન માધવજી પલણના પુત્ર. મંજુલાબેનના પતિ. જયેશ, ઉમેશના પિતા.
રિયા, ઋષભના દાદા. સ્વ. પ્રભાબેન નેણસી દેવજી ગણાત્રાના જમાઈ. દામજીભાઈ, સ્વ. મેઘજીભાઈ,
ત્રિવેણીબેન ગોપાલજી તન્ના, લીલાવંતીબેન તેજપાલ કારિયા, સ્વ. લક્ષ્મીબેન, સેનતારાબેનના
ભાઈ. પ્રાર્થનાસભા 1લીએ સાંજે 4.30થી 6. ઠે.: પદ્માવતી બેન્કવેટ હૉલ, પાંચમો માળ, પ્રણવ
કોમર્શિયલ પ્લાઝા, એમ.જી. રોડ, શિવસેના અૉફિસની ઉપર, મુલુંડ (પ.). લૌ. વ્ય. બંધ છે.
હાલાઈ ભાટિયા
વિલે પાર્લેના ઇન્દુમતી ધરમસિંહ વિઠ્ઠલદાસ
વેદ (ઉં. 83) તે સ્વ. વલ્લભદાસ જમનાદાસ સરૈયાનાં પુત્રી. મનિષનાં માતા. પીંકીનાં સાસુ.
સ્વ. પુરુષોત્તમભાઈ, સ્વ. દામોદરભાઈ, સ્વ. વિરેનભાઈ, મૂળરાજભાઈ, સ્વ. ભાનુબેન (સ્વ.
ધનીબેન), સ્વ. ગુણીબેન, સ્વ. માધુરીબેન, ગં.સ્વ. હંસાબેનનાં ભાભી. સ્વ. બહાદુરભાઈ,
સ્વ. કરશનદાસભાઈ સરૈયાનાં બેન. 30મીએ શ્રીજીચરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.
હિન્દુ
મહુવાના ગં.સ્વ. નીલાબેન અનંતરાય ગાંધી
30મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે પારુલ, ચેતન, શેફાલીનાં માતા. સોહમનાં દાદી. રિષભ,
જાહનવી, અદિતિ, અમોલનાં નાની. પિયર પક્ષે પ્રભુદાસ લાલદાસ મેહતાનાં દીકરી. હરિલાલ નરોત્તમદાસ
ગાંધીનાં પુત્રવધુ. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.