• શુક્રવાર, 19 એપ્રિલ, 2024

લોકહિતની યોજનાઓ જનતા સુધી પહોંચાડવા કાર્યકરોને વડા પ્રધાનની હાકલ

નવી દિલ્હી, તા. 17 : પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભાજપની 370 લોકસભા સીટ જીતવી શ્યામા પ્રસાદ મુખરજીને સાચી શ્રદ્ધાંજલી બનશે. જેઓએ અનુચ્છેદ 370 હટાવવા માટે પણ લડાઈ લડી હતી. મોદીએ કહ્યું હતું કે, ભાજપનું ચૂંટણી ચિહ્ન લોકસભા ચૂંટણીમાં પક્ષનું ઉમેદવાર છે. દરમિયાન મોદીએ સભ્યોને જીત સુનિશ્ચિત કરવા આહવાન કર્યું હતું. મોદીએ ભાજપ સભ્યોને કહ્યું હતું કે લોકસભા ચૂંટણી અભિયાનમાં ગરીબ હિતના કાર્યો, દેશના વિકાસ અને વૈશ્વિક સ્તર ઉપર વધેલી પ્રતિષ્ઠાની આસપાસ ચલાવવામાં આવે. પક્ષના સંમેલનની શરૂઆત પહેલા ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની એક બેઠકને સંબોધિત કરતા તેમણે કહ્યું હતું કે પ્રત્યેક બુથ કાર્યકર્તાએ હવે મતદાન કેન્દ્રો ઉપર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ અને 2019ની તુલનામાં આગામી લોકસભા ચૂંટણીમાં પક્ષ માટે 370થી વધારે બેઠક જીતવાનું લક્ષ્ય રાખવું જોઈએ. 

રાજકીય પ્રવાહો
No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.