• શુક્રવાર, 19 એપ્રિલ, 2024

29 ફેબ્રુઆરીએ ભાજપના ઉમેદવારોની પહેલી યાદી?  

વડા પ્રધાન મોદી, ગૃહપ્રધાન અમિત શાહ સહિતનાં નામોની સંભાવના

નવી દિલ્હી, તા. 24 : આગામી લોકસભા ચૂંટણીની ઘોષણા હવે થોડા દિવસોમાં થવાની છે ત્યારે ભાજપ ચૂંટણીની તડામાર તૈયારીમાં લાગી ગયો છે. આનાં માટે 29 ફેબ્રુઆરીએ પક્ષની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ શકે છે. બેઠક બાદ ભાજપ દ્વારા ઉમેદવારોની પહેલી યાદી જારી કરવામાં આવી શકે છે. યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ સહિત આશરે 80થી 100 જેટલા ઉમેદવારોનાં નામની ઘોષણા થઈ શકે છે. 

ભાજપની પ્રથમ યાદી ખુબ મહત્ત્વપૂર્ણ થવાની છે કારણ કે સત્તારુઢ પક્ષે લોકસભા ચૂંટણીમાં 43 બેઠકમાંથી 370 બેઠકોનું મોટું લક્ષ્ય નિર્ધારિત કરેલું છે. જ્યારે એનડીએ મોરચા માટે 400 કરતાં વધુ બેઠકનું લક્ષ્યાંક છે. 

ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક આગામી સપ્તાહે ગુરુવારે યોજાવાની છે. જેમાં ઉમેદવારોનાં નામની ચર્ચા કરવામાં આવશે. બેઠક બાદ તુરંત ભાજપ ઉમેદવારોનાં 100 નામોની પહેલી યાદી જાહેર કરે તેવી સંભાવના સૂત્રો વ્યક્ત કરે છે. 

રાજકીય પ્રવાહો
No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.