• મંગળવાર, 14 મે, 2024

હવે રોહિત અને કોહલીને સન્માજનક વિદાય આપવી જોઈએ : અખ્તર

પૂર્વ પાકિસ્તાની ખેલાડીએ હાર્દિક પંડયાને નેતૃત્વ આપવાની વાત ઉપાડી

નવી દિલ્હી, તા. 25 : વિશ્વકપમાં 10માંથી 10 મુકાબલા જીતીને ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી હતી. જો કે ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલ મેચમાં હાર મળતા વિશ્વકપ જીતવાનું સપનું તૂટી ગયું હતું. હવે કોઈને અંદાજ નથી કે રોહિત શર્મા અને વિરાટ કોહલી 2027નો વન ડે વિશ્વકપ રમશે કે નહીં. તેવામાં પાકિસ્તાની ટીમના પૂર્વ બોલર શોએબ અખ્તરે હાર્દિક પંડયાને ખાસ મેસેજ આપ્યો છે. શોએબ અખ્તરે કહ્યું છે કે હાર્દિકે સન્માન સાથે રોહિત અને વિરાટ કોહલીને વિદાય આપવી જોઈએ.

શોએબ અખ્તરે કહ્યું હતું કે, જ્યારે ધોની આવ્યો ત્યારે સચિવ તેંડુલકરને સન્માન આપ્યું હતું. વિરાટ કોહલી આવતા ધોનીએ તેને સન્માન આપ્યું હતું. હવે હાર્દિક પંડયા ઉપર છે કે તે રોહિત અને વિરાટને કેવી રીતે ફેરવેલ આપે છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા સન્માનજનક વિદાયના હકદાર છે. તે કદાચ હાર્દિક ઉપર દબાણ કરી રહ્યો છે પણ આ પ્રક્રિયા જરૂરી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી ગયા વર્ષે ટી20 વિશ્વકપ બાદ એક પણ ટી20 મેચ રમ્યા નથી. હવે 2024માં ફરી એક વખત ટી20 વિશ્વકપ થવાનો છે. તેવામાં જોવાનું રહેશે કે રોહિત અને કોહલી ટી20 વિશ્વકપમાં રમશે કે નહીં.