• શુક્રવાર, 17 મે, 2024

તમીમ ઈકબાલે બાંગ્લાદેશની વન ડે ટીમની કૅપ્ટનશિપ છોડી

ઢાકા, તા. 5 : વન ડે વિશ્વકપને માત્ર બે મહિના જેટલો સમય બચ્યો છે ત્યારે અનુભવી ડાબેરી બેટર તમીમ ઈકબાલે બંગલાદેશના વન ડે કેપ્ટન તરીકેનું પદ છોડવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત કમરની ઈજાના કારણે આગામી એશિયા કપમાં પણ રમશે નહીં. તમીમે પહેલા 6 જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાથી સંન્યાસનું એલાન કર્યું હતું. જો કે પીએમ શેખ હસીના સાથે બેઠક બાદ નિર્ણય બદલી નાખ્યો હતો. હવે તમીમે કેપ્ટનશીપ છોડતા પાંચ ઓક્ટોબરથી 19 નવેમ્બરમાં ભારતમા રમનારા વન ડે વિશ્વકપ માટે બંગલાદેશને નવો વન ડે કેપ્ટન મળશે. જ્યારે 30 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર સુધી પાકિસ્તાન અને શ્રીલંકાની મેજબાનીમાં થનારા એશિયા કપ માટે પણ તમીમ ઉપલબ્ધ રહેશે નહીં.