• બુધવાર, 15 મે, 2024

વિશ્વ કપની ટિકિટથી શ્રીલંકા માત્ર એક કદમ દૂર  

સુપર-6ના પૉઈન્ટ ટેબલમાં શ્રીલંકા ટોચના સ્થાને

નવી દિલ્હી, તા. 1 : આઈસીસી વિશ્વકપ ક્વોલિફાયર્સ 2023ના સુપર-6મા શ્રીલંકાએ શુક્રવારે નેધરલેન્ડને 21 રને હરાવીને પોઈન્ટ ટેબલમાં પહેલો ક્રમાંક મેળવી લીધો છે. આ સાથે જ દાસુન શનાકાની આગેવાનીની ટીમ વિશ્વકપની ટિકિટ મેળવવાથી માત્ર એક કદમ દૂર છે. જો શ્રીલંકા પોતાનો આગામી મેચ જીતવમાં સફળ રહેશે તો ચાલુ વર્ષે ઓક્ટોબર નવેમ્બરમાં ભારતમાં રમાનારા વિશ્વકપ માટે ક્વોલીફાઈ કરી લેશે. આઈસીસીની મેગા ઈવેન્ટ માટે કુલ આઠ ટીમોએ ડાયરેક્ટ ક્વોલીફાઈ કર્યું છે જ્યારે બાકીની બે ટીમ ક્વોલીફાયર રાઉન્ડ રમીને મેગા ઈવેન્ટની ટિકિટ મેળવશે. 

નેધરલેન્ડે એક રોમાંચક મુકાબલામાં 21 રને હરાવીને શ્રીલંકાના સુપર-6 પોઈન્ટ ટેબલમા 6 અંક થયા છે. મેજબાન ઝિમ્બાબ્વેના ખાતામાં પણ છ અંક છે. જો કે નેટ રનરેટ ઓછી હોવાના કારણે શ્રીલંકા સૌથી આગળ છે. શ્રીલંકાની નેટ રનરેટ 1.832 છે અને ઝિમ્બાબ્વેની 0.752 છે. વિશ્વકપ 2023 માટે ક્વોલીફાયર્સની રેસમાં ઝિમ્બાબ્વે અને શ્રીલંકા સૌથી આગળ છે. આ બન્ને ટીમને હવે એક જીત વિશ્વકપમાં એન્ટ્રી અપાવી શકે છે. તેવામાં બે વખતની ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.