• મંગળવાર, 14 મે, 2024

ડબ્લ્યુટીસી પૉઈન્ટ ટેબલના ટોચના સ્થાને ભારત મજબૂત  

નવી દિલ્હી, તા. 9 : રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ટોપ ઉપર યથાવત છે. ઈંગ્લેન્ડ સામે અંતિમ ટેસ્ટ મેચમાં જીત સાથે ભારતના અંક વધીને 68.51 થયા છે. પહેલા ભારતના 64.58 અંક હતા. ભારતે ડબલ્યુટીસીના વર્તમાન ચક્રમાં અત્યારસુધીમાં નવ ટેસ્ટ મેચ રમ્યા છે અને તેમાંથી છમાં જીત મેળવી છે. ભારતે બે મેચ ગુમાવ્યા છે અને એક મેચ ડ્રો થયો છે. ભારતે ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી 4-1થી પોતાના નામે કરી છે. પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમાંકે ન્યુઝીલેન્ડ છે. જેના 60.00 અંક છે. ન્યુઝીલેન્ડને પહેલા ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડયો હતો. જેના કારણે ભારત ટોચના સ્થાને પહોંચ્યું હતું. ઉપરાંત ઓસ્ટ્રેલિયાના 59.09, બંગલાદેશના 50.00, પાકિસ્તાનના 36.66 અંક, ઈંગ્લેન્ડના 17.5 અંક છે.