• મંગળવાર, 14 મે, 2024

વડા પ્રધાન; ભાજપ ઈડી-સીબીઆઈનો દુરુપયોગ કરે છે : કૉંગ્રેસ  

નવી દિલ્હી, તા. 4 :  કોંગ્રેસ નેતા જયરામ રમેશ, કેસી વેણુગોપાલ અને અભિષેક મનુ સિંઘવીએ છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલ પરના આક્ષેપો પર સરકારની ઝાટકણી કાઢી છે. છત્તીસગઢમાં ચૂંટણી ટાણે મહાદેવ બાટિંગ એપ કેસમાં ઈડીએ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. જયરામ રમેશે કહ્યું કે, આગામી ચૂંટણીમાં ભાજપની હાર નિશ્ચિત છે. વડા પ્રધાન અને તેમની ભાજપે ઈડી અને સીબીઆઈનો દુરુપયોગ શરૂ કરી દીધો છે. રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપ તેનો મોટા પ્રમાણમાં તેનો દુરુપયોગ કરી રહી છે. ભાજપ બદલાની રાજનીતિ કરી રહ્યું છે. 

જયરામ રમેશ સિવાય રાજ્યસભાના સાંસદ અભિષેક મનુ સિંઘવીએ પણ પ્રહાર કર્યા હતા. છત્તીસગઢમાં ભાજપની ખરાબ રીતે હાર થવાની છે. ભાજપ પણ આ વાત જાણે છે એટલે ઈડી સાથે ભાગીદારી અને સહયોગ દ્વારા કાર્યવાહી કરી રહ્યું છે.  

એવામાં મજાકની વાત છે છત્તીસગઢ પોલીસ દોઢ વર્ષથી આ કેસની તપાસ કરી રહી છે. ચૂંટણીના 4 દિવસ પહેલા કેદ્ર સરકારની સૂચના પર ઈડી આ કેસમાં વચ્ચે આવે છે અને ઘણા કર્મચારીઓને ત્રાસ આપવાનું ચાલુ કરે છે આ બધુ સરકાર એટલે કરે છે કારણ કે છત્તીસગઢમાં સીએમ ભૂપેશ બઘેલની જીત નિશ્ચિત છે.

ભાજપ નહીં, એજન્સીઓ ચૂંટણી લડે છે : બઘેલ

છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલે પલટવાર કરતાં કહયુ કે ચૂંટણી પંચે ધ્યાન દેવું જોઈએ. રાજ્યમાં ભાજપ નહીં એજન્સીઓ ચૂંટણી લડી રહી છે. તે દરેક ભાજપના પક્ષમાં છે. મને માત્ર બદનામ કરી રહ્યા છે. ભાજપને કોઈ શરમ નથી. મારાથી ડરી ગયા છે એટલે મારું નામ લઈને મને બદનામ કરી રહ્યા છે.