• ગુરુવાર, 16 મે, 2024

કાંદાના ભાવ ઉપર 31 ડિસેમ્બર સુધી લઘુતમ નિકાસ કિંમત 800 ડૉલર કરાઈ

નવી દિલ્હી, તા. 28 (પીટીઆઈ) : કાંદાની સ્થાનિક બજારમાં ઉપલબ્ધતા વધવાને લીધે અને તેના ભાવોને અંકુશમાં રાખવા કેન્દ્ર સરકારે 31મી ડિસેમ્બર સુધી તેની લઘુતમ નિકાસ કિંમત ટન દીઠ 800 ડૉલર લાદવાનો નિર્ણય જાહેર કર્યો છે. ડિરેક્ટોરેટ જનરલ અૉફ ફોરેન ટ્રેડ દ્વારા નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું હતું કે કાંદા ઉપર ટન દીઠ 800 અમેરિકી ડૉલર મિનિમમ એક્સપોર્ટ પ્રાઇસ (એફ.ઓ.બી.) આવતી 31મી ડિસેમ્બર સુધી લાદવામાં આવી છે એમ નોટિફિકેશનમાં ઉમેરવામાં આવ્યું હતું. 

દિલ્હીમાં આજે છૂટક બજારમાં કાંદાનો પુરવઠો ઘટતાં તેના ભાવ કિલો દીઠ 65થી 80 રૂપિયા ઉપર પહોંચ્યા હતા.